back to top
Homeભારતસગવડ:દેશના એરપોર્ટ પર ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે

સગવડ:દેશના એરપોર્ટ પર ખાણીપીણીની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે

એરપોર્ટ પર હવે ખાન-પાનની વસ્તુઓ સસ્તી મળશે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા તેના માટે એરપોર્ટ પર એફોર્ડેબલ ઝોનને અનિવાર્ય કરવા જઇ રહી છે. એટલે કે દરેક એરપોર્ટ પર કેટલાક સ્થાન એફોર્ડેબલ ઝોન તરીકે અનામત રહેશે, જ્યાં મુસાફરો સસ્તા દરે ખાન-પાનની વસ્તુઓ ખરીદી શકશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક અધિકારી અનુસાર લાંબા સમયથી યાત્રીઓ તેમજ દરેક રાજ્યના જનપ્રતિનિધિ એરપોર્ટ પર ખર્ચાળ ફૂડ પ્રોડક્ટ્સ અંગે ફરિયાદ કરી રહ્યા છે. સામાન્ય યાત્રીઓને ઘરેથી એરપોર્ટ પર પહોંચવામાં તેમજ ત્યાંથી યાત્રા પૂરી કરીને ફરીથી ઘરે પહોંચવા સુધીમાં 6-7 કલાકનો સમય લાગે છે. કારણ કે એરપોર્ટ અને ફ્લાઇટ્સ બંને એવી જગ્યા છે જ્યાં યાત્રી ભોજન કરી શકે છે. પરંતુ કિંમત એટલી વધુ હોય છે કે લોકો કઇ ખાવા પીવા કરતા ભૂખ્યું રહેવાનું વધુ પસંદ કરે છે. સૂત્રો અનુસાર દિલ્હી, મુંબઇ, બેંગ્લુરુ અને કોચી એરપોર્ટ પર ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ડિર્પાચર એરિયામાં આવી જગ્યાની ઓળખ કરાઇ છે. અહીં કિફાયતી દરોમાં ખાન-પાન માટે 6-8 આઉટલેટ ખુલશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂએ આ સમસ્યાના ઉકેલ પર 3 બેઠકો કરી હતી. આ ફાયદો… 125-200માં મળતી એક ચા હવે 50-60 રૂપિયામાં માણી શકાશે
AAIના અધિકારી અનુસાર આ આઉટલેટ્સ પર ખાન-પાનની વસ્તુઓ લગભગ 60-70% સસ્તી મળશે. અત્યારે એરપોર્ટ પર એક ચા લગભગ રૂ.125-200 સુધી મળે છે, પરંતુ કિફાયતી ઝોનમાં તે રૂ.50-60માં મળી શકશે. હા, એટલું છે કે મોંઘા રેસ્ટોરન્ટની માફક સર્વિસ અને ક્વોન્ટિટીનું અંતર હશે. એટલે કે બેસવાને બદલે સ્ટેન્ડિંગ ટેબલ હશે. નાના કપ કે ગ્લાસમાં ચા અપાશે. ફૂલ મીલને બદલે કૉમ્પેક્ટ મીલ હશે. પેકિંગની બેઝિક ક્વોલિટીમાં સામાન ઉપલબ્ધ હશે. ક્યારે શરૂ થશે… 3 એરપોર્ટ પર આ જ વર્ષે ડિસેમ્બર સુધી અને 6 મહિનામાં દરેક એરપોર્ટ પર ઝોન ખુલશે
ડિસેમ્બર સુધી દેશના ત્રણ એરપોર્ટ પર આ સુવિધા શરૂ થવાની આશા છે. પ્રયાસ છે કે આગામી છ મહિનાની અંદર એરપોર્ટ પર ઇકોનોમી ઝોન ડેવલપ થશે. કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ધૂમ્મસને કારણે વિમાનોના સંચાલનમાં વધુ વિલંબ થાય છે, પરિણામે યાત્રા અને વેઇટિંગનો સમય પણ વધી જાય છે. દરમિયાન ઇકોનોમી ઝોન વાળા મુસાફરોને તેનાથી વધુ સગવડ મળશે. કેટલી ક્ષમતા હશે… લગભગ 200 યાત્રીની
સૂત્રો અનુસાર, આ કિફાયતી ઝોનના વિસ્તારને લઇને અત્યારે કોઇ નિયમ ઘડાયો નથી. તે એરપોર્ટના કદ અને વિમાન તેમજ યાત્રીઓની સંખ્યાના હિસાબથી નિર્ધારિત કરાશે. નાના અને મધ્યમ એરપોર્ટ પર એટલી જગ્યા ફાળવાશે, જ્યાં 6-8 દુકાનો અને પ્રતિ કલાક 160-200 યાત્રીઓ હેન્ડલ કરવાની ક્ષમતા હોય. પરંતુ… અહીં કોઇ અન્ય વસ્તુનું વેચાણ નહીં કરાય
એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના અધિકારી અનુસાર ઇકોનોમી ઝોનમાં માત્ર ખાન-પાનની જ સુવિધા મળશે. તેનાથી જ સંબંધિત આઉટલેટ હશે. ત્યાં કપડાં, રમકડાં, મોબાઇલ સ્ટોર અથવા અન્ય ખરીદી માટે આઉટલેટ નહીં હોય. તેનો હેતુ યાત્રીઓના સસ્તા દરે ખાન-પાનની વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાનો છે, જે કોઇપણ યાત્રીની મૂળભૂત જરૂરિયાત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments