back to top
Homeમનોરંજનઝીનત અમાનને સાસરિયાઓએ કરી બેદખલ:તેના જ બાળકોને તેની સામે ઉશ્કેર્યા; એક્ટ્રેસનું બીજું...

ઝીનત અમાનને સાસરિયાઓએ કરી બેદખલ:તેના જ બાળકોને તેની સામે ઉશ્કેર્યા; એક્ટ્રેસનું બીજું લગ્ન જીવન પણ નિષ્ફળ

ઝીનત અમાને બે વાર લગ્ન કર્યા હતા. તેના પહેલા લગ્ન એક્ટર સંજય ખાન સાથે થયા હતા. જોકે તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ત્યારબાદ 1985માં ઝીનત અમાને એક્ટર મઝહર ખાન સાથે લગ્ન કર્યા. પરંતુ કમનસીબે તેને આ સંબંધમાં પણ ઘણું સહન કરવું પડ્યું. એક ઈન્ટરવ્યુમાં ઝીનતે કહ્યું હતું કે તેના પતિ મઝહરની સાથે તેના સાસરિયાઓએ પણ તેનું ખૂબ શોષણ કર્યું હતું. મઝહરના મૃત્યુ બાદ તેને મિલકતમાંથી પણ કાઢી મૂકવામાં આવી હતી. ઝીનતના બાળકોને પણ તેની વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા. ઝીનત અમાને કહ્યું- મઝહરને દવાઓની લત લાગી હતી
સિમી ગરેવાલને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, મઝહર સાથે એવું શું થયું કે તેણે પોતાની જ હેલ્પ કરવાનું બંધ કરી દીધું હતું. તે જે પણ કરી રહ્યો હતો, તે પોતાને વધુ નુકસાન પહોંચાડી રહ્યો હતો. હું ત્યાં તેની સાથે રહી શકતી ન હતી અને તેને આવું કરતા જોઈ શકતી ન હતી. તેને પ્રિસ્ક્રિપ્શન દવાઓ, પેઇનકિલર્સની લત લાગી ગઈ હતી. એક સમયે તે દિવસમાં સાત વખત દવા લેતો હતો. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેની કિડની કામ કરવાનું બંધ કરી દેશે. બાળકો તેને દવાઓ ન લેવાની રિક્વેસ્ટ કરતાં હતા. ઝીનત માટે બીજા પતિ સાથેના સંબંધોને સમાપ્ત કરવા મુશ્કેલ હતાં
ઝીનત અમાને આગળ કહ્યું – આખરે તેની કિડની ખરાબ થઈ ગઈ. આ સમયે જ મેં આ સંબંધમાંથી બહાર નીકળવાનું વિચાર્યું હતું. મને તે નિર્ણય લેવામાં ઘણો સમય લાગ્યો કારણ કે સંબંધમાંથી બહાર આવ્યા પછી પણ હું તેના વિશે ચિંતિત હતી. મેં તેમના માટે ઘણી લડાઈઓ લડી. ઝીનતને તેના પતિના અંતિમ દર્શન કરવા ન દીધા
ઝીનતે એ પણ જણાવ્યું હતું કે મઝહરના મૃત્યુ પછી તેના સાસરિયાઓએ તેની તમામ મિલકતમાંથી કાઢી મૂકી હતી. આ ઉપરાંત બાળકોને પણ ઝીનત વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું – તેની માતા અને બહેને મઝહરના તમામ પૈસા લઈ લીધા હતા. એટલું જ નહીં, તેઓએ મને મઝહરના અંતિમ દર્શન પણ કરવા ન દીધા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments