back to top
Homeદુનિયાટ્રમ્પ સરકારમાં પૂર્વ વિદેશ સચિવ માઈક પોમ્પિયોને સ્થાન નહીં:નિક્કી હેલી પણ સામેલ...

ટ્રમ્પ સરકારમાં પૂર્વ વિદેશ સચિવ માઈક પોમ્પિયોને સ્થાન નહીં:નિક્કી હેલી પણ સામેલ નહીં, ટ્રમ્પ સામે ઉમેદવારી નોંધાવી હતી

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ દુનિયાની નજર તેના વહીવટીતંત્રમાં સામેલ થનારા લોકો પર છે. આ દરમિયાન, ટ્રમ્પે શનિવારે કહ્યું કે તેઓ પૂર્વ વિદેશ સચિવ માઇક પોમ્પિયો અને દક્ષિણ કેરોલિનાના પૂર્વ ગવર્નર નિક્કી હેલીને તેમની સરકારમાં સામેલ કરશે નહીં. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. ટ્રમ્પે લખ્યું કે તેઓ નિક્કી હેલી અને માઈક પોમ્પિયોને પ્રશાસનમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા નથી. ટ્રમ્પે કહ્યું કે મને છેલ્લી વખત તેમની સાથે કામ કરવાનું સારુ લાગ્યું. દેશ પ્રત્યેની તેમની સેવા બદલ હું તેમની પ્રશંસા કરું છું અને આભાર માનું છું. માઈક પોમ્પિયો 2017 થી 2021 સુધી ટ્રમ્પ સરકારમાં વિદેશ સચિવ હતા. નિક્કી હેલી યુએનમાં અમેરિકાના રાજદૂત રહી ચૂક્યા છે. હેલીએ આ વર્ષે રિપબ્લિકન પાર્ટી તરફથી ટ્રમ્પ સામે ઉમેદવારી નોંધાવી હતી. ટ્રમ્પની વિરુદ્ધ રહેલી નિક્કીએ સમર્થનમાં એક આર્ટિકલ લખ્યો હતો ટ્રમ્પની વિરુદ્ધ રહેલા નિક્કી હેલીએ પણ ચૂંટણી પહેલા તેમનું સમર્થન કર્યું હતું. નિક્કી હેલીએ આ વર્ષે રિપબ્લિકન પાર્ટી તરફથી નોમિનેશન માટે ટ્રમ્પ સામે દાવેદારી રજૂ કરી હતી. જો કે, પ્રાથમિક ચૂંટણીમાં હાર્યા બાદ તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ગયા અઠવાડિયે, નિક્કીએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પના સમર્થન સાથે સંબંધિત એક આર્ટિકલ પણ લખ્યો હતો. તેમનો આ આર્ટિકલ અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલમાં પ્રકાશિત થયો હતો. આ આર્ટિકલમાં નિક્કીએ લખ્યું હતું કે તે ટ્રમ્પનું સંપૂર્ણ સમર્થન નથી કરતી, પરંતુ મોટા ભાગની બાબતો પર તે ટ્રમ્પ સાથે સહમત છે. જ્યારે કમલા હેરિસ સાથે તેમને દર વખતે મતભેદ હોય છે. પોમ્પિયોએ ચૂંટણી પહેલા ટ્રમ્પના સમર્થનમાં એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો, જેના પર 400 લોકોએ સહી કરી હતી. પોમ્પિયો ટ્રમ્પ વહીવટીતંત્રમાં ગુપ્તચર એજન્સી CIAના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રમાં ભારતીય મુળના લોકોને સ્થાન મળી શકે છે ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઘણા ભારતીયોને પણ સ્થાન મળી શકે છે. જેમાં 3 નામ મોખરે ચાલી રહ્યા છે. જેમાં કશ્યપ કાશ પટેલ, વિવેક રામાસ્વામી અને બોબી જિંદાલના નામ મોખરે છે. તેમને મહત્વપૂર્ણ પદો આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પટેલને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) ચીફની જવાબદારી મળી શકે છે. તેઓ આ પદ માટે ટોચના દાવેદાર હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલો અનુસાર, ટ્રમ્પે પટેલને CIA ચીફ બનાવવાનો નિર્ણય કરી લીધો છે. રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ આ માટે કાશ પટેલને જણાવી ચૂક્યા છે. 2016માં પટેલને ગુપ્તચર પરની સ્થાયી સમિતિના સ્ટાફ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ વિભાગના વડા ડેવિડ નુન્સ હતા, જે ટ્રમ્પના કટ્ટર સાથી હતા. ટ્રમ્પે સુસી વિલ્સને વ્હાઇટ હાઉસના ચીફ બનાવ્યા ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ પદના શપથ લેશે. આ પહેલા ટ્રમ્પ અને તેમની ટીમ તેમની નવી કેબિનેટ માટે અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા શરૂ કરશે. જીત બાદ ટ્રમ્પે સુસી વિલ્સને વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફના પદ પર નિયુક્ત કર્યા છે. સુસી વિલ્સ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પના કેમ્પેન મેનેજર હતા. જીત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે સુસીએ તેમની જીતમાં પડદા પાછળની ભૂમિકા ભજવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments