back to top
Homeમનોરંજનકપૂર પરિવાર પરથી નથી ઊતર્યો 'એનિમલ'નો નશો:નીતુ કપૂરે દીકરી રિદ્ધિમા સાથે 'જમાલ...

કપૂર પરિવાર પરથી નથી ઊતર્યો ‘એનિમલ’નો નશો:નીતુ કપૂરે દીકરી રિદ્ધિમા સાથે ‘જમાલ કુડુ’ પર કર્યો ડાન્સ; રણબીરની બહેને માથા પર પ્લેટ મૂકીને બતાવ્યા અફઘાન સ્ટેપ્સ

રણબીર કપૂર અને બોબી દેઓલની ‘એનિમલ’એ માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા જ નહીં પરંતુ ફિલ્મના આઇકોનિક ગીત જમાલ કુડુએ પણ ઇન્ટરનેટ પર તોફાન મચાવ્યું હતું. આ ગીત આજે પણ ચાહકોનું પ્રિય છે, જેમાં લોકો તેમના માથા પર ગ્લાસ મૂકીને હૂક સ્ટેપ પર ડાન્સ કરે છે. આ ગીતનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર અને માતા નીતુ કપૂર આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોને જોતા એવું લાગે છે કે રિદ્ધિમા અને નીતુ કપૂર હજુ સુધી આ ગીતમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી શક્યાં નથી. નીતુ કપૂર અને તેની પુત્રી રિદ્ધિમા કપૂર સાહનીએ ડાન્સ વીડિયો દ્વારા ચાહકોનું દિલ જીતી લીધું છે. તે રણબીર કપૂરની સુપરહિટ ફિલ્મ ‘એનિમલ’ના ગીત ‘જમાલ કુડુ’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેને રિદ્ધિમા કપૂરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો હતો. ચાહકો તેમની આ મસ્તીના વખાણ કરી રહ્યા છે. રિદ્ધિમા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેની સાથે નીતુ કપૂર પણ આવી હતી અને બંને એન્જોય કરતા જોવા મળ્યા હતા. રિદ્ધિમાએ બોબી દેઓલનું હૂક સ્ટેપ રિક્રિએટ કર્યું. એક ચાહકે લખ્યું- વાહ રિદ્દી… સરસ અફઘાન ડાન્સિંગ. બીજાએ લખ્યું- નીતુ આંટી વિના મજા નથી. રિદ્ધિમા અને નીતુ કપૂરનો ડાન્સ
તાજેતરમાં, રાહાના બીજા જન્મદિવસ પર, નીતુ કપૂર અને રિદ્ધિમાએ નાનકડા દેવદૂતને શુભેચ્છા પાઠવવા માટે અત્યાર સુધી ન જોયેલી તસવીરો શેર કરી હતી. રિદ્ધિમા કપૂરે ‘ફેબ્યુલસ લાઈવ વર્સીસ બોલિવૂડ વાઈવ્સ’થી અભિનયની શરૂઆત કરી છે. કોણ છે રિદ્ધિમા કપૂર?
નોંધનયી છે કે, રિદ્ધિમા કપૂર Netflix શો ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ સીઝન 3 નો ભાગ છે. તે એક સફળ જ્વેલરી અને ફેશન ડિઝાઇનર છે. તેણે 2006માં બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments