back to top
Homeગુજરાતઝાડ કાપવા જતા ચકરીની બ્લેડથી આધેડ ઘાયલ:રાજકોટના મોરબી રોડ પર દુકાનને નડતરરૂપ...

ઝાડ કાપવા જતા ચકરીની બ્લેડથી આધેડ ઘાયલ:રાજકોટના મોરબી રોડ પર દુકાનને નડતરરૂપ ઝાડ કાપતા દુર્ઘટના સર્જાઈ, મનપાએ લોકોને તેમની રીતે ઝાડ કાપવાની મંજૂરી આપતાં સર્જાતા અક્સ્માત

રાજકોટના મોરબી રોડ ઉપર દુકાન ઉપરનું નડતરરૂપ ઝાડ કાપવા જતા કટર છટકતા વિજય તન્ના નામના વ્યક્તિને આંખ અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે જોકે આ ઘટના બાદ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર સાથે કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તે વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના માધાપર ગામે રહેતા 58 વર્ષિય વિજયભાઈ રમણીકભાઈ તન્ના આજે મોરબી રોડ ઉપર આવેલા ઓમનગર શેરી નંબર 3 માં નડતરરૂપ ઝાડ પોતાની રીતે કાપતા હતા ત્યારે ચકરીની બ્લેડ વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આંખ અને મોઢાના ભાગે બીજા પહોંચી હતી જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટર સાથે કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યારબાદ આધેડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમને 108 એમ્બ્યુલન્સની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સમયસર તબીબી સારવાર મળી જતા યુવાનને હોસ્પિટલમાંથી રાત્રે રજા આપવામાં આવી હતી, પરંતુ મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કોઈ પણ વ્યક્તિઓ ઝાડ કાપવા માટેની અરજી કરે તો ત્યાર બાદ તેઓને પોતાની રીતે ઝાડ કાપવાની મંજૂરી આપવામાં આવે છે અને તેમાં પ્રથમ વખત આ પ્રકારનો અકસ્માત સર્જાયો છે કે જેમાં ઝાડ કાપતા સમયે ચકરીની બ્લેડ ઉડીને વાગતા આધેડ ઘવાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments