સોમવારે ભારતીય શેરબજાર છેલ્લા બે ટ્રેડિંગ સેશનથી મંદ રહ્યા બાદ હવે ઉછળ્યા છે.આજે પણ માર્કેટની શરૂઆત ફ્લેટ રહી હતી.પરંતુ બાદમાં આઈટી-ટેક્નોલોજી શેર્સમાં ખરીદી વધતાં સેન્સેક્સ અને નિફ્ટી ઉછળ્યા હતા. સેન્સેક્સ 500 પોઈન્ટનો ઉછળો,જ્યારે નિફ્ટી 150 પોઈન્ટનો ઉછાળો જોવા મળીયો હતો.શેરબજારમાં હજી મંદીના વાદળો હટ્યા નથી. સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આ સિવાય એનર્જી, હેલ્થકેર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ શેર્સમાં પણ પ્રોફિટ બુકિંગ વધતાં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા. સેન્સેક્સ 10 પોઈન્ટના ઉછાળા સાથે 79496 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 07 પોઈન્ટના ઉછાળા સાથે 24226 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 271 પોઈન્ટના ઉછાળા સાથે 52060 પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટી બેઝડ આજે બજારે યુ-ટર્ન લીધા સાથે સ્મોલ કેપ શેરોમાં આજે ખેલંદાઓ, ફંડોએ ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે ડોલર ઈન્ડેક્સમાં આકર્ષક તેજી નોંધાતા આઈટી અને ટેક્નોલોજી શેર્સ ઉછળ્યા છે. વૈશ્વિક પડકારો અને નિરાશાજનક કમાણીના પગલે શેરબજારમાં મંદીનુ જોર વધ્યું છે. એફઆઈઆઈ પણ સતત વેચવાલી નોંધાવી રહ્યું છે. એશિયન પેઈન્ટે અપેક્ષા કરતાં અત્યંત નબળા પરિણામ જાહેર કરતાં જ આજે શેર ૯% તૂટ્યો હતો. નિફ્ટી ખાતે લિસ્ટેડ 50% થી વધુ કંપનીઓએ અપેક્ષા કરતાં નબળો અને ઓછો નફો નોંધાવ્યો હોવાનું એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. શેરબજારમાં આજે ઉછાળા પાછળનું કારણ ચીનના નબળા આર્થિક ડેટા છે. ચીને જીડીપીના રિકવરી માટે આર્થિક પેકેજ જાહેર કર્યુ હોવા છતાં ગ્રોથ નબળો જોવા મળ્યો છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ટીસીએસ,એચસીએલ ટેકનોલોજી,ડો રેડ્ડી,ઈન્ફોસીસ,ટેક મહિન્દ્રા,વિપ્રો,મુથૂટ ફાઈનાન્સ,ઈન્ડીગો,એક્સીસ બેન્ક જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ગ્રાસીમ,લ્યુપીન,ટીવીએસ મોટર્સ,સન ફાર્મા,રિલાયન્સ,અદાણી પોર્ટસ,હવેલ્લ્સ,લાર્સેન,સિપ્લા જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4213 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2568 અને વધનારની સંખ્યા 1530 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે 05 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 06 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24226 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઇન્ટના પ્રથમ અને 23808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24272 પોઇન્ટથી 24303 પોઇન્ટ, 24373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 52060 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51979 પોઇન્ટના પ્રથમ અને 51808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 52108 પોઇન્ટથી 52232 પોઇન્ટ,52303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગોદરેજ પ્રોપર્ટી ( 2670 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2626 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2600 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2688 થી રૂ.2707 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2717 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ઓબેરોઈ રીયાલીટી ( 2006 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1989 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1972 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2024 થી રૂ.2047 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
લ્યુપીન લીમીટેડ ( 2089 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.2130 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2037 થી રૂ.2020 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2173 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઈન્ફોસીસ લીમીટેડ ( 1862 ):- રૂ.1890 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1909 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1828 થી રૂ.1808 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1919 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!! બજારની ભાવિ દિશા…
મિત્રો, સંવત 2081ની શરૂઆત મૂહુર્ત ટ્રેડીંગમાં મજબૂતીએ થયા બાદ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની એકધારી રોજ વેચવાલીના પરિણામે શેરોમાં ધોવાણ વધતું જોવાયું છે.અમેરિકામાં નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વિજય જાહેર થવાના દિવસે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. પરંતુ તુરંત બીજા દિવસે તેજીનો આ ઉન્માદ શમતો જોવાઈ ટ્રમ્પ સરકારની અણધારી ટેરિફમાં વધારા સહિતની અપેક્ષિત નીતિઓ અને ચાઈના ફેકટરે બજારમાં વેચવાલી વધતી જોવાઈ છે.સેન્સેક્સ, નિફટીમાં મર્યાદિત ઘટાડો બતાવીને ફરી સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોએ ઓફલોડિંગ કરીને દરેક ઉછાળે નફો ઘરભેગો કરવાનું ચાલુ રાખ્યું છે.શેરોમાં હાલ તુરત ડિફેન્સિવ બનવું અને સિલેક્ટેડ રહેવું જરૂરી છે. વિદેશી ફંડોની અવિરત વેચવાલી અટકે નહીં ત્યાં સુધી બજારમાં સાવચેત રહેવું આવશ્યક છે. જીઓપોલિટીકલ ટેન્શન સાથે ક્રુડ ઓઈલમાં ભડકાના સંજોગોમાં અને ફોરેન ફંડોની અવિરત વેચવાલીના સંજોગોમાં લોકલ ફંડો પર રિડમ્પશનનું પ્રેશર આગામી દિવસોમાં આવી શકે છે, આ પરિસ્થિતિમાં નવેમ્બર મહિનો અફડા – તફડી નીવડી શકે છે એટલે જે શેરોમાં માતબર નફો મળતો હોય એ બુક કરવો સલાહભર્યું છે. આગામી દિવસોમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી પણ ધીમી પડતી જોવાઈ શકે છે.જેથી હજુ આગામી દિવસોમાં નવી ખરીદી કે એવરેજ કરવાથી દૂર રહેવું સલાહભર્યું છે. શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહી શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.