પોરબંદર જિલ્લાના કુતિયાણા શહેરમાં શીવાલી પાર્કમાં રહેતા એક ભાઇએ ફોન કરીને બીજા ભાઇ પાસે ગત તા. 08-11-2024 ના રોજ મૃતક માતાના વેઢલો અને રૂપિયા 50 હજારની માંગણી કરતા ભાઇએ ના પાડી દેતા ફોન કરનાર આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાના સગાભાઇને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કુતિયાણા શહેરમાં શીવાલી પાર્કમાં રહેતા વિક્રમભાઇ માલદેભાઇ બાપોદરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે 15 દિવસ પહેલા તેમના માતુશ્રીનું અવસાન થયું હતું. તેમના સગાભાઇ ભનુભાઇ માલદેભાઇ બાપોદરાએ ગત તા. 08-11-2024 ના રોજ વિક્રમભાઇને ફોન કરીને મૃતક માતાના વેઢલો અને રૂપિયા 50 હજારની માંગણી કરતા વિક્રમભાઇએ ના પાડી દેતા ફોન કરનાર ભનુભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને વિક્રમભાઇને ભુંડી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વિક્રમભાઇએ ઉપર મુજબ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગે વધુ તપાસ કુતિયાણા પોલીસ સ્ટેશનના હે.કો. એ. બી. વરૂએ હાથ ધરી છે.