પોરબંદરના પોલીસ લાઇન અને એમઈએમ સ્કુલ પાસે કચરાના ઢગલા જોવા મળે છે ત્યારે સેનીટેશન વિભાગના ચેરમેને નિરીક્ષણ કરી સફાઇ કરાવી હતી અને વેપારીઓને જ્યાત્યાં કચરો ન ઠાલવવા સૂચના આપી હતી. પોરબંદરના પોલીસ લાઇન વિસ્તારની ગલીમાં કચરો ફેલાયો હતો અને સફાઇ થતી ન હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી સેનીટેશન વિભાગના ચેરમેન લાખાભાઇ ભોજાભાઈ ખુંટી અને પૂર્વ પાલિકા પ્રમુખ ભોજાભાઈ ખુંટી તથા હેલ્થ ઓફિસે જગદીશ ઢાંકી દોડી ગયા હતા અને નિરીક્ષણ કરી સફાઇ કામગીરી કરાવી હતી. આ ઉપરાંત કમલાબાગ પાસે આવેલ એમઇએમ સ્કુલ પાસે પણ કચરો ફેલાયેલ હતો જેથી કામગીરીનું નિરીક્ષણ કરી સફાઇ કરાવી હતી અને આસપાસના વેપારીઓને કચરો ન ઠાલવવા સૂચના આપી હતી તેમજ કચરો ડોર ટુ ડોર કચરો લેવા આવનાર વાહનમાં જ ઠાલવવા ખાસ સૂચના આપી હતી.