પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં ગત ઓક્ટોબર માસમાં રેકોર્ડબ્રેક 307 ડિલેવરી નોંધાઈ હતી જેમાં 204 સગર્ભા બહેનોની નોર્મલ ડિલેવરી,102 સગર્ભા બહેનોની સિઝેરિયન ડિલેવરી નોંધાઈ હતી તેમજ 1 દર્દીને વધુ સારવાર માટે રીફર કરાયું હતું. પોરબંદરની જી.એમ. ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હસ્તકની રૂપાળીબા લેડી હોસ્પિટલ આવેલ છે.આ લેડી હોસ્પિટલમાં ખાસ મહિલાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં સગર્ભા મહિલાઓ ડિલેવરી સહિતની તમામ સારવાર તેમજ અન્ય મહિલાઓ રોગ માટેની સારવાર ઉપલબ્ધ કરાઈ છે.પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં ગત ઓક્ટોબર 2024 માં રેકોર્ડબ્રેક 307 સગર્ભા મહિલાઓ ડિલેવરી થઈ હતી.જેમાં 204 સગર્ભા બહેનોની નોર્મલ ડિલેવરી,102 સગર્ભા બહેનોની સિઝેરિયન ડિલેવરી નોંધાઈ હતી તેમજ 1 દર્દીને વધુ સારવાર માટે રીફર કરાયું હતું.