પોરબંદરના ત્રણ માઇલ પંથકમાં એક ખેડૂતના ખેતરમાં મગફળી સાફ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી હતી.આ કામગીરીમાં ખાપટ વિસ્તારમાં રહેતી એક મહિલા મજૂરીકામ માટે ગયા હતા ત્યારે આ મહિલાની સાડી મશીનમાં આવી જતા મહિલા ઈજાગ્રસ્ત બની હતી.આ ઘટના બાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોરબંદર પંથકમાં હાલ ખેડૂતો મગફળી સાફ કરવાની કામગીરીમાં જોતરાયા છે.પોરબંદરના બોખીરા ત્રણ માઇલ પંથકમાં એક ખેડૂતના ખેતરમાં મગફળી સાફ કરવાની કામગીરીમાં ખાપટ વિસ્તારમાં રહેતા ચુડાસમા ચંદાબેન વસંતભાઈ(ઉ.40)નામના મહિલા મજૂરીકામ માટે ગયા હતા ત્યારે આ મહિલાની સાડી મગફળી સાફ કરવાના મશીનમાં આવી જતા મહિલાને પગના ભાગે ઇજા પહોંચી હતી.આ ઘટના બાદ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.