પોરબંદરના રામ ગેસ્ટહાઉસથી સરકારી અનાજ ગોડાઉન તરફ જતા માર્ગ ઉપર એક સાયકલ ચાલક વૃદ્ધને રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રામ ગેસ્ટહાઉસ થી સરકારી ગોડાઉન તરફ જતા માર્ગ ઉપર એક સાયકલ ચાલકને રીક્ષા ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં સાયકલમાં સવાર અને બોખીરા વિસ્તારમાં રહેતા શિકોતરા છગનભાઇ જીવનભાઈ(ઉ.72)નામના વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ આ વૃદ્ધ હોસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં સારવાર હેઠળ છે.આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.