back to top
Homeભારતભાસ્કર વિશેષ:હૉસ્પિટલમાં મચ્છર છે... ટાઈફોઇડના દર્દીઓને ડેન્ગ્યૂ ન થાય એટલા માટે ડૉક્ટર...

ભાસ્કર વિશેષ:હૉસ્પિટલમાં મચ્છર છે… ટાઈફોઇડના દર્દીઓને ડેન્ગ્યૂ ન થાય એટલા માટે ડૉક્ટર તેમને રાત્રે ઘરે મોકલી દે છે, સવારે ફરી બેડ ઉપર દર્દી આવે છે

કરનાલના નિસિંગમાં કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર (સીએચસી)માં સારવારના અજીબોગરીબ નિયમો ચાલી રહ્યા છે. હૉસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓને રાત્રે ઘરે મોકલી દેવામાં આવે છે. તેઓ સવારે ફરી હોસ્પિટલે પરત ફરવું પડે છે. તેનું કારણ ચોંકાવનારું છે કે હૉસ્પિટલમાં મચ્છરનું પ્રમાણ વધારે છે. જેનાથી દર્દીથી વધુ સ્ટાફ ફફડતો રહે છે. વાસ્તવમાં, જે આરોગ્ય વિભાગ ઉપર ડેન્ગ્યૂ, મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવાની જવાબદારી છે તે જ વિભાગ પોતે તેનાથી પીડિત છે. અહીં દિવસ-રાત મચ્છરોની ભરમાર છે. ડૉક્ટર દર્દીઓને કહે છે કે જો તમે હૉસ્પિટલમાં રાત્રી વિતાવશો તો ડેન્ગ્યૂ થઇ શકે છે. આ પોતાનામાં અનોખી હૉસ્પિટલ હશે, જ્યાં પોતાના નિયમો ચાલે છે. રેકોર્ડમાં દર્દી ભરતી, પરંતુ ડિસ્ચાર્જ કર્યા વિના રાત્રે ઘરે મોકલાઇ રહ્યા છે ભાસ્કર સવાલ : જવાબદાર કોણ? સીધી વાત
નિસિંગ હૉસ્પિટલમાં ભરતી દર્દીઓને સાંજે મચ્છરોના ભયના લીધે ઘરે મોકલી દેવામાં આવે છે. શું એવો કોઇ નિયમ છે? એડમિટ દર્દીને ડિસ્ચાર્જ કર્યા વિના ઘરે ન મોકલી શકાય. એસએમઓ પાસેથી રિપોર્ટ માગવામાં આવશે. – ડૉ.રેનુ ચાવલા, કરનાલ સીએમઓ (વધારાનો ચાર્જ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments