ઝારખંડમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપના ઉમેદવાર અપર્ણા સેન ગુપ્તા ધનબાદ જિલ્લાની નિરસા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. એવામાં ઝારખંડના ધનબાદમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઈકાલે 12 નવેમ્બર 2024 (મંગળવાર)ના રોજ મિથુન ચક્રવર્તી ભાજપના ઉમેદવાર અપર્ણાના સમર્થનમાં જનસભાને સંબોધવા માટે ધનબાદ જિલ્લાના નિરસા વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા હતા. ચૂંટણી રેલીમાં મિથુન દાનું પાકીટ ચોરાયું
આ દરમિયાન ભીડમાંથી મિથુન દાનું ખિસ્સું કપાયું. મિથુન ચક્રવર્તીને જોવા માટે એક હજારથી વધુ લોકોની ભીડ સ્થળ પર ઉમટી પડી હતી. આ ભીડને સંભાળવા માટે ન તો કોઈ વ્યવસ્થા હતી કે ન તો કોઈ સુરક્ષા વ્યવસ્થા હતી. આ જ કારણ હતું કે મંચ પર લોકોની ભીડ પહોંચી હતી. મિથુન ચક્રવર્તીની એક ઝલક જોવા અને તેમની સાથે ફોટો લેવા માટે ભીડ ઉમટી પડી હતી. આ ભીડમાં પોકેટ્સ ચોરોએ પાકીટ મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન બીજેપી નેતા મિથુન ચક્રવર્તીનું પણ ખિસ્સું કપાયું હતું. એવામાં જ્યારે મિથુન દાએ ભાજપના નેતાઓને ઘટનાની જાણ કરી તો સ્ટેજ પરથી ખિસ્સાકાતરુઓને મિથુન દાનું પર્સ પરત કરવાની જાહેરાત પણ કરવામાં આવી. જોકે, મિથુન દાનું પર્સ પાછું મળ્યું નહીં. જેના કારણે મિથુન ચક્રવર્તી કાર્યક્રમ વહેલો ખતમ કરીને ચાલ્યા ગયા હતા. મિથુન દાની સુરક્ષામાં વધારો
સિનિયર એક્ટર અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. CISFએ મિથુન દાની સુરક્ષા વધારી દીધી છે. તાજેતરમાં મિથુન ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી હતી. ખતરાને ધ્યાનમાં રાખીને CISFએ તેમની સુરક્ષા વધારી દીધી છે. CISF હાલમાં મિથુન ચક્રવર્તીને Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપી રહી છે. મિથુન ઉપરાંત એક્ટર સલમાન ખાનને પણ મુંબઈ પોલીસ તરફથી Y પ્લસ કેટેગરીની સુરક્ષા મળી રહી છે. મિથુન ચક્રવર્તીને મળ્યો હતો એવોર્ડ
ઑક્ટોબર 2024 માં, મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના કામ માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારો તરફથી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી આ એવોર્ડ મેળવતી વખતે એક્ટર ભાવુક થઈ ગયા હતા.