ફિલ્મ ’12th ફેલ’ એક્ટર વિક્રત મેસી તેની આગામી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને લઈને વિવાદોમાં છે. તે પ્રમોશન દરમિયાન એવા નિવેદનો આપી રહ્યો છે જેના કારણે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. હવે તેને દેશના મુસ્લિમ સમુદાય વિશે વધુ એક ટિપ્પણી કરી છે, જેના કારણે તે હેડલાઇન્સમાં આવ્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, દેશના કોઈ મુસ્લિમોને ખતરો નથી, બધું બરાબર જ છે. ‘દેશના કોઈ મુસ્લિમોને ખતરો નથી’
શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર વિક્રાંત મેસીએ ભાજપ વિશેના તેમના બદલાયેલા વિચારો અને હિંદુત્વ તરફના તેમના ઝુકાવ વિશે વાત કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે શું તે બીજેપી ટીકાકારમાંથી બીજેપી ફ્રેન્ડલી બની ગયો છે. તેના પર એક્ટરે કહ્યું, જે વસ્તુઓ મને ખરાબ લાગી રહી હતી તે વાસ્તવમાં ખરાબ નથી. હું જે લોકોને સારા માનતો હતો તે એટલા સારા નથી. લોકો કહે છે કે હિન્દુઓ જોખમમાં છે. મને નથી લાગતું કે હિંદુઓ જોખમમાં છે. લોકો કહે છે કે મુસ્લિમો જોખમમાં છે, કોઈને જોખમ નથી. બધું બરાબર ચાલી રહ્યું છે. વિક્રાંત મેસીએ ભારતની સરખામણી અન્ય દેશો સાથે કરી
વિક્રાંત મેસીએ વધુમાં કહ્યું, ભારત દેશ રહેવા માટે વિશ્વનો શ્રેષ્ઠ દેશ છે. તમે યુરોપ, ફ્રાન્સ કે અમેરિકાના કેલિફોર્નિયામાં જતાં રહો, તમને ખબર પડી જશે. ત્યાં શું થઈ રહ્યું છે? આ એક માત્ર દેશ છે જ્યાં વ્યક્તિ રહી શકે છે. અને આ તે દેશ છે જે વિશ્વનું ભવિષ્ય છે. વિક્રાંત મેસીને મળી રહી છે ધમકીઓ
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ 15મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ગોધરાકાંડ અને ત્યાર બાદ ગુજરાતનાં રમખાણો પર આધારિત છે. ટ્રેલર રિલીઝ થયા બાદ આ ફિલ્મ પણ વિવાદોમાં છે. ફિલ્મના મુખ્ય એક્ટર વિક્રાંત મેસીને ધમકીઓ મળી રહી છે. ‘ગુજરાત રમખાણોને 22 વર્ષ થઈ ગયાં છે, પરંતુ સત્ય હજુ જાણી શકાયું નથી’
વિક્રાંત મેસીએ કહ્યું હતું કે તે જાણતો હતો કે ફિલ્મનો મુદ્દો સંવેદનશીલ છે. તેને એ પણ સમજાયું કે આની ચર્ચા હકારાત્મક અને નકારાત્મક બંને રીતે થઈ શકે છે. જોકે ફિલ્મની નિર્માતા એકતા કપૂરને તેની સ્ક્રિપ્ટ પર પૂરો વિશ્વાસ હતો. વિક્રાંતે કહ્યું, ‘એકતાએ મને એક લાંબું રિસર્ચ પેપર આપ્યું . હું સમજી ગયો કે જો રિસર્ચ આટલું નક્કર હોય તો કોઈ વિવાદ થવાની શક્યતા નથી. શરૂઆતમાં મને ચોક્કસપણે આશ્ચર્ય થયું કે શું આ ફિલ્મ કોઈ ચોક્કસ ધર્મ, વર્ગ કે વ્યક્તિ વિરુદ્ધ છે. પાછળથી, સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મને સમજાયું કે આ ફિલ્મ ફક્ત સત્યની વાત કરે છે. દુઃખની વાત એ છે કે 22 વર્ષ વીતી ગયાં, પરંતુ આ મુદ્દે બહુ ચર્ચા થઈ નથી.’ વાંચો ગુજરાતનાં રમખાણો સંબંધિત આ માહિતી..