બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે આ વર્ષે વર્લી વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. હવે એક્ટરે તેને ભાડે આપી દીધો છે. રિપોર્ટ્સ અનુસાર, શાહિદ કપૂરને આ લક્ઝરી એપાર્ટમેન્ટ માટે દર મહિને 20.5 લાખ રૂપિયાનું ભાડું મળશે, જે તેણે 60 મહિનાના કોન્ટ્રાક્ટ પર આપ્યો છે. Squareyards અનુસાર, કપલે વર્લી વિસ્તારમાં સ્થિત તેમનો એપાર્ટમેન્ટ 5 વર્ષ માટે ભાડે આપ્યો છે. આ એપાર્ટમેન્ટ ઓબેરોય રિયાલિટી, 360 વેસ્ટ કોમ્પ્લેક્સમાં આવેલું છે. તેને 5395 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. લક્ઝુરિયસ ફ્લેટમાં 3 પાર્કિંગ એરિયા પણ સામેલ છે. આ એપાર્ટમેન્ટ ગૌરી ખાનની કંપની ડી ડેકોર હોમ ફેબ્રિક્સના સિનિયર એક્ઝિક્યુટિવ દીપન ભૂપતાનીએ લીધો છે. આ એપાર્ટમેન્ટનું રજિસ્ટ્રેશન 7મી નવેમ્બરે કરવામાં આવી હતી. આ માટે 1 કરોડ 23 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટ મુજબ, 60 મહિના માટે આપવામાં આવેલ આ એપાર્ટમેન્ટનું પ્રારંભિક ભાડું 20.5 લાખ રૂપિયા છે, જે આગામી વર્ષોમાં 23.98 રૂપિયા કરવામાં આવશે. શાહિદે આ વર્ષે મે મહિનામાં એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો
શાહિદ કપૂરે મે 2024માં ચાંદક રિયલ્ટર્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી 60 કરોડ રૂપિયામાં આ એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. આ પહેલા પણ શાહિદ કપૂરે મુંબઈમાં ઘણી લક્ઝરી પ્રોપર્ટી ખરીદી છે. 2019 માં, એક્ટરે વર્લી વિસ્તારમાં ડુપ્લેક્સ ખરીદ્યો હતો. તે સી-ફેસિંગ ડુપ્લેક્સ બિલ્ડિંગના 45મા અને 46મા માળે સ્થિત છે. શાહિદ થોડા સમય પહેલા પરિવાર સાથે આ ઘરમાં શિફ્ટ થયો હતો. આ ડુપ્લેક્સમાં 500 ચોરસ ફૂટની સી-ફેસિંગ બાલ્કની છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર જલ્દી જ ‘દેવા’ ફિલ્મમાં જોવા મળશે. આ પહેલા તે આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થયેલી સાયન્સ ફિક્શન કોમેડી રોમેન્ટિક ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે કૃતિ સેનન હતી. ‘દેવા’ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે પૂજા હેગડે, પાવેલ ગુલાટી અને કુબબ્રા સૈત મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ શેડ્યૂલ કરવામાં આવી છે.