ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરવામાં આવી છે. જે ડોકટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા તે ડોકટરો હવે ક્યાંય ઓપરેશન પણ નહીં કરી શકે. આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું હતું કે, હોસ્પિટલમાં જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી તેની જરુર હતી જ નહીં. રાજ્ય સરકારે સુદ્રઢ વ્યવસ્થા બનાવવા માટે SOP બનાવવનો પણ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, સમગ્ર કેસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે બંને મૃતકોના મૃતદેહોનું માઈક્રો સ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરાયો છે. દર્દીઓને એન્જિયોપ્લાસ્ટીની જરુર ન હતી- અગ્રસચિવ
‘ખ્યાતિકાંડ’ બાદ એકસનમાં આવેલી રાજ્ય સરકારે ખ્યાતિ હોસ્પિટલ સામે કડક કાર્યવાહી છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી તેની જરુર જ ન હતી. હોસ્પિટલમાં દર્દીઓને ખોટી રીતે સારવાર આપવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરી દેવામાં આવી છે. ઓપરેશન કરનાર ડોકટર હવે ક્યાંય ઓપરેશન કરી શકશે નહીં. હોસ્પિટલના માલિક, ડોકટરો, સંચાલકો અને મેનેજમેન્ટ સામે પણ કેસ થશે. જે તબીબોએ ઓપરેશન કર્યા હતા તે હવે ઓપરેશન નહીં કરી શકે
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના જે તબીબ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા તે દર્દી હવે ઓપરેશન નહીં કરી શકે. ખ્યાતિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં જે પણ કાર્ડિયોલોજીના ઓપરેશન થયા છે તેનો રિવ્યૂ કરવાનો પણ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમા માટે નવી ગાઈડલાઈન
ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે રાજ્ય સરકારે બેઠકોનો દોર શરૂ કરી વિચારણા હાથ ધરી છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. હોસ્પિટલનું લાઈસન્સ રદ થઈ શકે છે
સમગ્ર મામલે આરોગ્ય વિભાગ, પોલીસ સહિતના વિભાગોએ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના મૃતદેહોનું માઈક્રો સ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરાયો છે. આ મામલાની તપાસ બાદ સરકાર કોઈ કડક નિર્ણય પણ લઈ શકે છે. એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ બે દર્દીઓના મોત નિપજ્યા હતા
અમદાવાદના એસજી હાઈવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કર્યા બાદ 19 લોકોને એન્જિયોગ્રાફી માટે લાવવામાં આવ્યા હતા. તમામની એન્જિયોગ્રાફી કર્યા બાદ સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે પૈકીના બે દર્દીઓના મોત નિપજતા હોસ્પિટલની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. ત્યારે આ મામલાની તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ અને પોલીસ પણ એલર્ટ બની તપાસ કરી રહી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માઈક્રો સ્કોપિક એનાલિસિસ કરાશે
ખ્યાતિ હોસ્પિટલમાં એકસાથે 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી હતી. તૈ પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતા તેમાંથી બે દર્દીઓના મોત નિપજ્યા હતા. જેઓના મૃતદેહોનું મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. પીએમના પ્રાથમિક રિપોર્ટમાં કોઈ બાહ્ય ઈન્જરીના નિશાન જોવા મળ્યા નથી. આ કેસમાં સહેજ પણ કાચું ના કપાય તે માટે આંતરિક ઇજા કેટલા અંશે થઈ છે તે જાણવા માટે માઈક્રો સ્કોપિક એનાલિસિસનો સહારો લેવામાં આવ્યો છે. તેની સાથે વિશેરા રિપોર્ટ પણ લેવામાં આવ્યા છે જેનો ચોકસ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળશે. વિશેરા અને માઇક્રો સ્કોપિંગ પ્રોસેસ શુ હોય છે?
જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ત્યારે ખરેખર આંતરિક ઇજા હોય અથવા પેટમાં રહેલા પદાર્થ પરથી મોતનું કારણ જાણી શકાય છે. જેમાં પીએમ દરમિયાન લીવર , કિડની જેવા બોડી પાર્ટનો કેટલોક ભાગ ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. આંતરિક ઇજા થઇ હોય ત્યારે તેને જાણવા માઈક્રો સ્કોપિક તપાસ કરવામાં આવે છે અને ત્યાર બાદ નિષ્કર્ષ નીકળે છે.