સિનિયર એક્ટર અમિતાભ બચ્ચનના ફેમસ શો ‘કૌન બનેગા કરોડપતિ 16’માં આ વખતે ખૂબ જ પારિવારિક વાતાવરણ બનવાનું છે. શોમાં તેમનો પુત્ર અને બોલિવૂડ સ્ટાર અભિષેક બચ્ચન ગેસ્ટ તરીકે આવી રહ્યો છે. અભિષેકની નવી ફિલ્મ આવવાની છે જેનું નામ છે ‘આઈ વોન્ટ ટુ ટોક’. ડાયરેક્ટર શૂજિત સરકાર સાથે અભિષેકની આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું અને તેને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. અભિષેક તેની ફિલ્મના પ્રમોશન માટે જ શોમાં આવી રહ્યો છે. ‘KBC 16’ના નવા પ્રોમોમાં બાપ-દીકરાની મજાક જોવા મળી રહી છે. શોમાં અભિષેકની મસ્તી
અભિષેક પહેલા આ શોમાં કેટલી વખત આવી ચૂક્યો છે અને તેનું આ શોમાં આવવું હંમેશા મસ્તી ભરેલું હોય છે. પ્રોમો પરથી સ્પષ્ટ છે કે અભિષેક આ વખતે પણ ખૂબ જ મસ્તી કરવાનો છે. તેણે લોકોની સામે કહ્યું, ‘અમારા ઘરમાં આખો પરિવાર સાથે બેસીને જમે છે અને જ્યારે કોઈ પ્રશ્ન પૂછે છે, ત્યારે બધા બાળકો ભેગા થઈને બૂમો પાડે છે –’સાત કરોડ..’. આ કહેતી વખતે અભિષેકે અમિતાભની બરાબર નકલ પણ કરી હતી. અભિષેકે શોમાં મૂકી આ શરત
અભિષેકની મજાક આટલે સુધી સીમિત નથી. પ્રોમોમાં, તે બિગ બીની સામે એક શરત મૂકી રહ્યો છે કે, તેના માટે ભોપૂ જીનું વગાડવાનું બંધ કરવામાં આવે, જેથી તેઓ સમયના ટેન્શન વિના આરામથી પ્રશ્નોના જવાબ આપતા રહે અને 7 કરોડ જીતી શકે. આગળ પ્રોમોમાં અભિષેક કહે છે કે, જ્યાં સુધી તે સાત કરોડ નહીં જીતે ત્યાં સુધી તે ક્યાંય જશે નહીં. અમિતાભ અભિષેકની મસ્તી પર હસી રહ્યા છે અને કહી રહ્યા છે, ‘મેં તેને અહીં બોલાવીને મોટી ભૂલ કરી છે!’ અભિષેકની લેટેસ્ટ ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’
અભિષેકની લેટેસ્ટ ફિલ્મના ડાયરેક્ટર શૂજિત સિરકાર પણ શોના દર્શકોની વચ્ચે હસતાં જોવા મળે છે. શૂજિતે અભિષેકના પિતા સાથે પણ ઘણું કામ કર્યું છે. તેણે પોતાની કારકિર્દીની પહેલી ફિલ્મ અમિતાભ સાથે કરી હતી, જેનું નામ ‘શૂબાઇટ’ હતું. આ ફિલ્મ કેટલાક કારણોસર રિલીઝ થઈ શકી નથી. આ પછી તેણે અમિતાભ સાથે ‘પીકુ’માં કામ કર્યું, જેને દર્શકો દ્ધારા ખૂબ પસંદ કરવામાં આવી છે. શૂજીતની અભિષેક સાથેની ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ 22મી નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. , આ સમાચાર પણ વાંચે….. ‘આઈ વોન્ટ ટુ ટોક’નું ઈમોશનલ ટ્રેલર:બાપ-દીકરીની કહાની અને અલગ લૂક સાથે જોવા મળશે અભિષેક બચ્ચન આ ફિલ્મમાં અભિષેકે અર્જુનનું પાત્ર ભજવ્યું છે, જે તેના રોજિંદા જીવનમાં કેટલાક પડકારોનો સામનો કરે છે. અર્જુન (અભિષેક બચ્ચન) કદાચ કોઈ એવી મેડિકલ કંડિશનમાંથી પસાર થઈ રહ્યો છે જેના કારણે તેની બોલવાની ક્ષમતા પર અસર થઈ રહી છે અથવા તો કદાચ તે જીવલેણ બીમારી છે. ટ્રેલરની શરૂઆતમાં જ અભિષેકના પાત્રની સર્જરી થતી જોવા મળે છે, જેના કારણે તેનું જડબું અને તેના ચહેરાનો નીચેનો ભાગ એવો થઈ ગયો છે કે તે વાત કરી શકતો નથી. વધુ વાંચો……