Netflixની વેબ સિરીઝ ‘ફેબ્યુલસ લાઈવ્સ vs બોલિવૂડ વાઈવ્સ’ ટ્રેન્ડમાં છે. આ સિરીઝમાં જોવા મળેલી સેલિબ્રિટી મહિપ કપૂરે પોતાની લવ સ્ટોરી વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે તે અને તેનો પતિ એક નાઈટ ક્લબમાં મળ્યા હતા. આટલું જ નહીં, તેણે એ પણ જણાવ્યું કે, તેણે તેના પતિ સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યું હતું અને છતાં તેના સાસરિયાઓએ તેને દિલથી સ્વીકારી હતી. નશામાં ધૂત થઈ મહિપ કપૂર સાસરિયાઓને મળી
મહિપે રોનક રાજાણીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમારી લવ સ્ટોરી એકદમ સિમ્પલ હતી. મેં એક માણસ સાથે વન-નાઈટ સ્ટેન્ડ કર્યું હતું અને મને ખબર નહોતી કે હું તેની સાથે જ લગ્ન કરવા જઈ રહી છું. સંજયના ઘરે એક પાર્ટી ચાલી રહી હતી. હું અચાનક સંજયની પાર્ટીમાં ઘુસી ગઈ અને ત્યાં જ હું તેને મળી. હું નશામાં હતી અને એ હાલતમાં સંજયે મને તેના આખા પરિવાર સાથે પરિચય કરાવ્યો. સમગ્ર પરિવાર, સાસુ અને સસરાને મળી. તમે લોકો મારા પરિવારને જાણો છો ને? અનિલ, સુનીતા, શ્રી (શ્રીદેવી). હું નશામાં ધૂત હતી. ટકીલા શોટ્સ વચ્ચે લગ્ન માટે પાડી ‘હા’
મહિપે વધુમાં કહ્યું કે, અમે બધા નશામાં હતા અને નાઈટક્લબમાં પાર્ટી કરી રહ્યા હતા. સંજયે મને કહ્યું, ‘ઠીક છે, આપણે લગ્ન કરી રહ્યા છીએ. તેથી, ટકીલા શોટ્સ વચ્ચે, મેં કહ્યું, ઠીક છે, ઠીક છે. બસ આટલું જ થયું. મહિપે લગ્ન પહેલા સંજયને પાંચ વર્ષ ડેટ કર્યા હતા અને હવે તેમના લગ્નને 30 વર્ષ થઈ ગયા છે. કોણ છે સંજય કપૂર?
સંજય કપૂર બોની કપૂર અને અનિલ કપૂરના સૌથી નાના ભાઈ છે. મહીપ અને સંજયના લગ્ન 1997માં થયા હતા. 1999 માં, તેમના પ્રથમ બાળક, પુત્રી શનાયા કપૂરનો જન્મ થયો. તેમને 2006માં એક પુત્ર જહાં કપૂરનો જન્મ થયો હતો.