સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી, સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઈન્સ્ટાગ્રામ પર ઘાતક હથિયાર સાથે સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવતાં એક ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે એસ.ઓ.જી પોલીસ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ ઉપર ઘાતક હથિયાર સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકનાર ઈસમ ગણેશ ઉર્ફે ગની રમેશભાઈ ઝાપડીયા ઉં.વ.27 રહે.પ્લોટ કસ્તુરબા સોસાયટી કાચના મંદિર સામે તળાજા રોડ ભાવનગર વાળાઓ સાથે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું, ગની ભાઈએ પોસ્ટમાં 302, 307નો ઉલ્લેખ કર્યો છે, ઈસમ પાસેથી છરો નંગ 1 કિંમત રૂપિયા 50 સાથે ઈસમ વિરુદ્ધ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.