ગાંધીનગરના પીંપળજ ગામમાં ગઈકાલે દેવ દિવાળીના દિવસે રાણા રાઠોડ પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનો તરફથી માં નાગણેશ્વરી માતાજીના હવન તેમજ 751 દીવાની શેષ નાગની મહાઆરતી કરવામાં આવી હતી. એકસમયે 751 દીવડાંની શેષ નાગની મહા આરતી કરવામાં આવતાં અલૌકિક નજારો જોવા મળ્યો હતો. ગાંધીનગરના પીંપળજ ગામમાં ગઈકાલે દેવ દિવાળીના દિવસે રાણા રાઠોડ પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનો તરફથી માં નાગણેશ્વરી માતાજીના હવન તેમજ 751 દીવાની શેષ નાગની મહાઆરતી કરવામાં આવી હતી. એકસાથે 751 દીવડાંની શેષનાગની મહા આરતી કરવામાં આવતાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા. ગાંધીનગર જિલ્લામાં પેથાપુર નજીક આવેલા પીંપળજ ગામમાં આવેલા શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરની પ્રતિષ્ઠા આજથી 35 વર્ષ અગાઉ કરવામાં આવી હતી. પીંપળજ ગામના રાણા રાઠોડ પરિવાર તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા પરંપરાગત વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ દિવાળીના પાવન અવસરે માં નાગણેશ્વરી માતાજીના હવન તેમજ 751 દીવાની શેષ નાગની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામમાં રહેતા અને બહારગામ રહેતા રાણા રાઠોડ પરિવારના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહેલા અને માતાજીના હવન તેમજ મહા આરતીનો લાભ લઈ માતાજીના આશીર્વાદ લીધા હતા. ગામમાં હવન અને શેષ નાગની આરતીને લઈ ફૂલો, દિવડાં, લાઇટિંગ, રંગોળી, ડેકોરેશનથી સજાવટ કરવામાં આવી હતી. સૌ ગ્રામજનો હવનમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. દેવ દિવાળીના તહેવારને લઈને કેટલાય દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. વિશેષ કરીને 751 દીવડાંની શેષનાગની આરતીને નિહાળવા આસપાસના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શેષનાગ આકારની ઝળહળતા દિવડાં સાથેની આરતીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ અલૌકિક નજારો જોઈને ભાવિકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.