back to top
Homeસ્પોર્ટ્સરોહિત શર્મા બીજી વખત પિતા બન્યો:પત્ની રીતિકાએ પુત્રને જન્મ આપ્યો; ભારતીય કેપ્ટન...

રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો:પત્ની રીતિકાએ પુત્રને જન્મ આપ્યો; ભારતીય કેપ્ટન ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ રમી શકે છે

ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પત્ની રિતિકા સજદેહે 15 નવેમ્બરે મોડી રાત્રે પુત્રને જન્મ આપ્યો હતો. જો કે રોહિત કે રિતિકાએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. રોહિતે પોતાના બાળકના જન્મ માટે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લીધો હતો. તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પણ પહોંચી શક્યો ન હતો. જોકે, પુત્રના જન્મ બાદ માનવામાં આવી રહ્યું છે કે તે 22 નવેમ્બરથી શરૂ થનારી પર્થ ટેસ્ટમાં રમી શકે છે. 2015માં લગ્ન કર્યા હતા
રોહિતે 13 ડિસેમ્બર 2015ના રોજ રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. 30 ડિસેમ્બર 2018ના રોજ રિતિકાએ દીકરી સમાયરાને જન્મ આપ્યો હતો. સમાયરા હવે 5 વર્ષની છે. કેએલ રાહુલ પણ પિતા બનવા જઈ રહ્યો છે
ટીમ ઈન્ડિયાનો બેટર કેએલ રાહુલ પણ ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે. તેણે ગયા વર્ષે જાન્યુઆરીમાં બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર રાહુલ જાન્યુઆરી 2025માં પિતા બની શકે છે. આ વર્ષે જાન્યુઆરીમાં વિરાટ કોહલી પણ બીજી વખત પિતા બન્યો હતો. તેની પત્ની અનુષ્કા શર્માએ પુત્ર અકાયને જન્મ આપ્યો. રોહિત ઓસ્ટ્રેલિયા જઈ શકે છે
રોહિતે તેના બીજા બાળકના જન્મ માટે જ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. તેણે સિરીઝની શરૂઆત પહેલા જ કહ્યું હતું કે તેના બાળકના જન્મને કારણે તે પહેલી કે બીજી ટેસ્ટ ચૂકી શકે છે. હવે પુત્રના જન્મ બાદ માનવામાં આવી રહ્યું છે કે રોહિત થોડા દિવસો બાદ ઓસ્ટ્રેલિયા પહોંચી જશે. શમી પણ ઓસ્ટ્રેલિયા પણ જઈ શકે છે
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમવા ગયેલી 18 સભ્યોની ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ નથી. જ્યાં સુધી ટીમની જાહેરાત ન થાય ત્યાં સુધી તે પોતાની ફિટનેસ સાબિત કરી શક્યો ન હતો. જો કે, તેણે 13 નવેમ્બરથી મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફી મેચ રમી હતી અને બંને ઇનિંગ્સમાં 5 વિકેટ પણ લીધી હતી. તેની ફિટનેસમાં સુધારો થયો છે, જેના કારણે તે ઓસ્ટ્રેલિયા પણ જઈ શકે છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ રમશે
ટીમ ઈન્ડિયા 32 વર્ષ બાદ 5 ટેસ્ટ મેચની સિરીઝ રમવા ઓસ્ટ્રેલિયા ગઈ છે. સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે, ત્યારબાદ ટીમ 6 ડિસેમ્બરથી એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમશે. સિરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ જીતવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments