અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ડો. પ્રશાંત વઝીરાણી ઝડપાયા બાદ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વસ્ત્રાપુર પોલીસની ટીમ આજે ડો. પ્રશાંત વઝીરાણીને સાથે રાખી ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચી હતી. અહીં જે ઓપરેશન થિયેટરમાં દર્દીઓના શરીર સાથે ચેડા કરવામાં આવ્યા હતા ત્યાં ઓટીમાં ડો. વઝીરાણીને સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. 19 દર્દીઓની ખોટી રીતે સારવાર કરાતા 2 દર્દીઓના મોત થયા હતા
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બાલીસણા ગામના 19 લોકોને લાવી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ દર્દીઓને સારવારની જરુર ન હોવા છતા ખોટી રીતે સારવાર કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યા બાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. બાદમાં ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાતા હાલ ડો. વઝીરાણી રિમાન્ડ પર છે. આ પણ વાંચો… પૈસા કમાવા 19 લોકોને હૃદયરોગી બનાવી દીધા, મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારનું હૈયા ફાટ રૂદન, મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરાયા આરોપીને ડોકટરને સાથે રાખી ઓપરેશન થિયેટરમાં તપાસ કરી
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત મામલે ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરાયા બાદ હાલ સાત દિવસના રિમાન્ડ પર છે. ત્યારે વસ્ત્રાપુર પોલીસ આજે ડો. પ્રશાંત વઝીરાણીને સાથે રાખઈ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચી હતી. અહીં જે ઓપરેશન થિયેટરમાં દર્દીઓના ઓપરેશન કરાયા હતા ત્યાં ડો. પ્રશાંત વઝીરાણીને સાથે રાખી વધુ તપાસ કરવામાં આવી હતી. આ પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ 2 દર્દીનાં મોત થયાં હતાં. એ મામલે તપાસ બાદ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતાં સોલા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સીડીએમઓ ડો. પ્રકાશ મહેતાએ ફરિયાદ નોંધાવી છે. વાંચવા માટે ક્લિક કરો…. ખ્યાતિકાંડ, મૃતકની બહેને વહેલી સવારે શું શું જોયું?:’મોત થઈ ગયું હોવા છતાં વેન્ટિલેટર પર રાખ્યા, પેટ સહિતના અનેક ભાગો પર હોલ અને વિચિત્ર નિશાન હતાં’ ડો. પ્રશાંત વઝીરાણીના રિમાન્ડની માગણીના મુદ્દા
ખ્યાતિકાંડ મામલે ઝડપાયેલા ડો. પ્રશાંત વઝીરાણીને 14 દિવસના રિમાન્ડની માગણી સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં સરકારી વકીલ અને આરોપીના વકીલ વચ્ચે લાંબી દલીલો ચાલી હતી. સરકારી વકીલ તરફથી રિમાન્ડ માટે નીચે મુજબનાં કારણો રજૂ કર્યા હતા. આ પણ વાંચોઃ સુરતની હોસ્પિટલ સાથે પણ જોડાયેલા છે ડો. પટોળિયા ડો. સંજય પટોળિયાની રાજકોટમાં પણ એક હોસ્પિટલ
ખ્યાતિકાંડમાં જે પાંચ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે પૈકીના એક ડો. સંજય પાટોળિયા રાજકોટમાં પણ હોસ્પિટલમાં ધરાવે છે. રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ આવેલી છે. ડો. સંજય પાટોળિયા આજે 6 ઓપરેશન કરવાના હતા, જે તમામ રદ કરવામાં આવ્યાં છે. સંપૂર્ણ સમાચાર વાંચો