આજે સંકટ ચોથ છે જેને લઈને હિંમતનગરમાં ગણેશ મંદિરે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. ત્યારે વિનાયકનગરમાં અષ્ટવિનાયક મંદિરે અભિષેક, ધ્વજારોહણ અને જામફળ અર્પણ કરવામાં આવ્યા છે. હિંમતનગરમાં છાપરીયા વિસ્તારમાં આવેલ વિનાયકનગરમાં અષ્ટવિનાયક મંદિરે સોમવારે સંકટ ચોથ હોવાથી ભગવાન ગણેશજીને અભિષેક બાદ આરતી કરવામાં આવી હતી. જાનકીબા ધનેસિંહ રહેવરના હસ્તે પૂજન અર્ચન કરીને મંદિરના શિખર પર આજે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દાદાને જામફળ અર્પણ કરવામાં આવ્યો હતો જેના દિવ્ય દર્શનકરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. અષ્ટવિનાયક મંદિરમાં સાંજે 6.15 કલાકે આરતી થશે. જ્યારે રાત્રે 8.08 કલાકે ચંદ્ર દર્શન થશે. હિંમતનગરના મહાવીરનગરમાં હરિઓમ સોસાયટીમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરે ભક્તોએ દાદાને ધરો અર્પણ કરી હતી. જ્યારે નવા બજારમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરે પણ ભક્તો સવારથી દાદાના દર્શન કરીને પ્રસાદ અર્પણ કર્યો હતો.