આજે બાળકો YouTube અને Google માં એટલા ખોવાયેલા છે કે વાંચન ની ટેવ ઓછી થતી ગઈ છે. તો આ પ્રોજેક્ટ કરવાનો હેતુ એ જ હતો કે બાળકો પુસ્તક વાંચન માટે પ્રેરિત થાય. લાઈબ્રેરીના અધ્યક્ષ ભાવેશ ભાઈ એ બહુજ સરસ રીતે 119 વર્ષ જુની લાઈબ્રેરિ નો ઈતિહાસ જણાવ્યો અને કેવી રીતે કાર્ય કરે છે અને એના સભ્ય બનવા માટે ની શું પદ્ધતિ છે તે જણાવ્યું. આ પ્રોજેક્ટ થી ઘણાં બાળકો અને તેમના માતા-પિતા ને લાઈબ્રેરિ ના સભ્ય બનવા માટેનું પ્રોત્સાહન મળ્યું અને તેઓ લાઈબ્રેરિ ના સભ્ય બનવા માટે તૈયાર થયા. આ પ્રોજેક્ટ માં જેજે જૈવલ શાહ, જેજે હિતાર્થ મજમુદાર, જેજે સ્વરા પાઠક, જેજે નમસ્ય પટેલ, જેજે કવિશ પરીખ અને જેજે કિયાંશ પરીખ સહિત 15 થી વધારે બાળકો દેવરાજ, ઓમ ગોસાઈ, દીપ, હર્ષિલ, જીતીશા, ઓમ પણ હાજર હતા.સાથે સાથે તેમના માતા-પિતા નિસર્ગ શાહ, શ્વેતા શાહ, મેહુલ પાઠક, જીગર પરીખ, પારથી પરીખ, રીટા ચોક્સી, સૃષ્ટિ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.