21નું દિવાળી વેકેશન બાદ આજથી ધોરણ 1 થી 12 ના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે જેમાં શહેર અને જિલ્લાની 930 પ્રાથમિક શાળાઓ તથા 460 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક યજ્ઞનો કાર્યનો આરંભ થયો હતો અને દ્વિતીય સત્ર છાત્ર માટે અગત્યનું બની રહેશે કારણ કે બીજા સત્રમાં વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2024-25 ના બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો, જેમાં બાળકોના ખિલખિલાટથી શાળાઓ ગુંજી ઊઠી હતી. 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજથી શાળાઓમાં બાળકોની બીજા સત્રના શિક્ષણ કાર્યનો આરંભ થયો હતો, જેમાં પહેલા દિવસે બાળકોની પાંખી હાજરી જોવા મળી હતી, આજે ફરી શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ આનંદિત અને હર્ષોલ્લાસ સાથે એક મહિના બાદ શાળા પુનઃશરૂ થતા બાળકોનો ખિલખિલાટ જોવા મળ્યો હતો, ભાવનગર જિલ્લામાં શાળાઓ શરૂ થતાં બાળકો થી શાળાઓ ફરી ગુંજી ઉઠી હતી. ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દિવાળી વેકેશન માણી ખૂબ જ જલ્સાઓ કર્યા હતા, દિવાળી વેકેશનને કારણે વાલીઓ તથા વિદ્યાર્થીઓ ફરવાના આયોજન કર્યા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ વેકેશનનો સદુપયોગ કરીને પોતાની ચાલી ગયેલા કોર્સ નું રિવિઝન કર્યું હતું. છાત્રોએ મન ભરી વેકેશનની મોજ માણી હતી.