back to top
Homeગુજરાતફાયર વિભાગ કામે લાગ્યું:સુરત કોર્પોરેશનના તમામ નવ ઝોનમાં ફાયર વિભાગ દ્વારા સ્પા...

ફાયર વિભાગ કામે લાગ્યું:સુરત કોર્પોરેશનના તમામ નવ ઝોનમાં ફાયર વિભાગ દ્વારા સ્પા અને જીમના સર્વેની કામગીરી આજથી શરૂ કરાશે

શહેરનાં સિટીલાઈટ ખાતે સ્પા-જીમમાં આગ લાગવાની ઘટનામાં બે મહિલાઓનાં મોતને પગલે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. સમગ્ર ઘટનામાં એક તરફ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ હવે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગથી માંડીને અઠવા ઝોન સહિત સેન્ટ્રલ TDO વિભાગ દ્વારા એકબીજા ઉપર જવાબદારી નાખવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે વધુ એક વખત ફાયર વિભાગ દ્વારા શહેરનાં તમામ ઝોન વિસ્તારોમાં આજથી સ્પા, ઓયો હોટલ અને જીમનો સર્વે કરવાની કામગીરીનો વિધિવત્ પ્રારંભ કરવા ફાયર ઓફિસરે આદેશ કર્યા છે. સ્પા-જીમના સર્વેની કામગીરી શરૂ
છેલ્લા કેટલાક દિવસોથી સ્ટાફના અભાવની વાતો વચ્ચે સર્વેની કામગીરી ટલ્લે ચઢી હતી. ફાયર વિભાગ સ્ટાફના અભાવે કામગીરી વિલંબથી શરૂ કરવામાં આવી છે. બે-ત્રણ દિવસમાં કોર્પોરેશનના તમામ નવ ઝોનમાં 9 ટીમો બનાવવાની સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સિટીલાઈટ ખાતે આવેલ શિવપુજા કોમ્પલેક્ષમાં ત્રીજા માળ પર આવેલા જીમ અને સ્પામાં લાભપાંચમના દિવસે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને વેન્ટીલેશનના અભાવે સ્પામાં નોકરી કરતી બે મહિલા કર્મચારીઓનાં પણ ગૂંગળામણને કારણે નિપજ્યાં હતા. આ ઘટનાને પગલે વધુ એક વખત વહીવટી તંત્રની લાપરવાહી ઉડીને આંખે વળગી હતી. પોલીસ દ્વારા ઘટના અંગે ગંભીરતાથી તપાસ હાથ ધરતાં સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગથી માંડીને અઠવા ઝોનના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. ફાયર વિભાગ જવાબદારીમાંથી છટકી શકે નહીં
ગઈકાલે ઉમરા પોલીસ દ્વારા ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અને બિલ્ડરના માણસોના નિવેદનો લીધા હતા. જેમાં ત્રણ કલાકની સંચાલકની સાથે-સાથે અઠવા ઝોનને પણ નોટિસ મોકલી હોવાનું જણાવતાં હવે અઠવા ઝોનના અધિકારીઓની ભુમિકા પર પ્રશ્નાર્થ સર્જાવા પામ્યો છે. અઠવા ઝોન દ્વારા જીમ સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં પાછીપાની કેમ કરવામાં આવી? તે અંગે પણ શંકા-કુશંકાઓ શરૂ થઈ ચુકી છે. આ તમામ આક્ષેપો વચ્ચે હવે ફાયર વિભાગ દ્વારા વધુ એક વખત શહેરનાં તમામ ઝોન વિસ્તારોમાં આજથી સ્પા, જીમ અને ઓયો હોટલની સર્વેની કામગીરીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ડિવીઝનલ ફાયર ઓફિસરના વડપણ હેઠળ નવ અલગ-અલગ ટીમો દ્વારા આજથી વિધિવત સર્વે હાથ ધરવામાં આવ્યો છે. મેનપાવરના આધારે સર્વે કરાશે
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે, આજે તમામ ઝોનના ફાયર ઓફિસરો સાથે પણ બેઠક કરવામાં આવી છે, તેમને સૂચના આપી દેવામાં આવી છે કે, તમામ ઝોનમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે જીમ અને સ્પાના સર્વે કરવામાં આવે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે. રિપોર્ટ તૈયાર કર્યા બાદ જ્યાં પણ ઉણપ દેખાશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે. સર્વેની કામગીરી હાથથી શરૂ કરી દેવા માટે સૂચના આપવામાં આવી છે પરંતુ, મેનપાવરને ધ્યાનમાં રાખીને જે-તે ઝોન દ્વારા કામગીરી શરૂ કરવા માટે પણ કહી દેવાયું છે, જેથી કરીને બેથી ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરી શકાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments