back to top
Homeગુજરાતકેન્દ્રીય મંત્રીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ:સાબરડેરીના 210 કરોડના ખર્ચે બનાવેલા કેટલફીડ...

કેન્દ્રીય મંત્રીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ:સાબરડેરીના 210 કરોડના ખર્ચે બનાવેલા કેટલફીડ પ્લાન્ટનું આવતીકાલે અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલી સાબરડેરી દ્વારા સાબરદાણના ઉત્પાદનમાં વધારો કરવા માટે રૂ 210 કરોડના ખર્ચે નવીન કેટલફીડ પ્લાન્ટનું આવતીકાલે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે લોકર્પણ થશે. જેને લઈને તંત્ર અને સાબરડેરી દ્વારા તૈયારીઓ પુરજોશમાં કરવામાં આવી રહી છે અને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના હાજીપુર પાસે સાબરડેરી દ્વારા સંચાલિત સાબરદાણનો પ્લાન્ટ આવેલો છે. જ્યાં સાબરદાણનું ઉત્પાદન થાય છે, પરંતુ માગ વધુ હોવાને લઈને રૂ 210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ આહાર પૂરો પાડવા માટે નવીન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ ઓટોમેટિક મશીનમાં એપ્રુવ રો મટીરીયલ્સ નાખવામાં આવ્યા બાદ પ્રોસેસ થઈને બેગમાં ભરાઈને બેગ તૈયાર થઇ જાય છે. જે તમામ કામ ઓટોમેટીક થાય છે. અત્યાર સુધી સાબરડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે 1250 મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થાય છે. પરંતુ, માગ કરતા પુરવઠો ઓછો હોવાને કારણે ઘણી વખત દૂધ ઉત્પાદકોને સમયસર સાબરદાણ મળતું ન હતું. જેથી ડેરીના સત્તાવાળાઓએ હાજીપુર સ્થિત પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ રૂપિયા 210 કરોડના ખર્ચે નવીન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે. હિંમતનગરના હાજીપુર પાસે આવેલા સાબરદાણના કેમ્પસમાં નવીન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. તેની બાજુમાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરી દેવાઈ છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનો મુજબ સાબરડેરી પણ તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. સાંજના સમયે પોલીસ દ્વારા પ્રાંતિજના નાનપુર પાસે બનાવેલા હેલીપેડથી લોકાર્પણ સ્થળ સુધી રીઅર્સલ કરવામાં આવશે. કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે બપોરે 1.30 કલાકે હાજીપુર પાસેના સાબરદાણ ખાતે આવી પહોંચશે. જ્યાં રૂ 210 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન કેટલફીડનું લોકાર્પણ કરાશે અને મહિલા સંમેલનને પણ સંબોધન કરશે, જેને લઈને તૈયારીઓ કરી દેવાઈ છે. પોલીસ વિભાગ દ્વારા પોલીસકર્મીઓને બંદોબસ્ત પણ ફાળવી દેવાયો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD જયંત મહેતાએ જણાવ્યું હતું કે, આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન 800 મેટ્રિક ટન ઉત્પાદન કરતા કેટલફીડ પ્લાન્ટનું લોકાર્પણ થશે. 26 નવેમ્બર નેશનલ મિલ્ક ડે છે, જેને લઈને મંત્રી દૂધ ઉત્પાદક માટે દાણની મહત્વની જરૂરિયાત છે. એક લીટર દૂધ માટે અડધો કિલો દાણની જરૂરત પડે છે. જિલ્લામાં 30થી 40 લાખ લીટર દૂધ ઉત્પાદન સામે દાણની જરૂરિયાત પડે છે, જે આ પ્લાન્ટથી પૂર્ણ થશે. મંત્રીના હસ્તે એક કાર રેલીને પ્રસ્થાન કરાવવામાં આવશે. જે બાયો ગેસ અને બાયો ફ્યુલ પર ચાલતી કાર રેલી હિંમતનગરથી નીકળી 26 નવેમ્બરે દિલ્હી પહોંચશે. આ કાર રેલી દ્વારા આપણે પશુપાલકો દ્વારા દેશના પર્યાવરણ માટે તેમના વિકાસ માટે જે કામ થાય છે તેની જાણકારી આપવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments