વિશ્વમાં ડાયાબિટીસ દિવસની જામનગરમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનોને વીડિયો દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસર માનસી જયપાલ દ્વારા ગ્રામજનોને ડાયાબિટીસ રોગ વિષે વીડિયો તેમજ બેનર દ્વારા માહિતી આપવામાં આવી હતી. ડાયાબીટીસ એવો રોગ છે, જે જન્મેલા બાળકથી લઈને મોટી ઉંમરના વ્યક્તિને પણ થાય છે. વર્તમાન સમયમાં જે સફેદ ઝેર તરીકે ગણાય છે, તેવું મીઠું અને ખાંડનો સીધો ઉપયોગ કરવો ન જોઈએ. શરીરમાં જે ઈન્સ્યુલિન નામનો હોર્મોન હોય છે. એ આપણે જે રીતે ખોરાક લઈએ. તે પ્રમાણે એના લેવલમાં વધારો ઘટાડો કરતો હોય છે અને જો ઈન્સ્યુલિન વધુ પડે અથવા તો ઈન્સ્યુલિન શરીરમાં તમામ જગ્યાએ ફરતું હોય છે, જેથી ડાયાબિટીસ થવાની સંભાવના વધતી જાય છે. ડાયાબિટીસના કારણે શરીરના અનેક અંગોને નુકસાન થાય છે. સમય અંતરે તમામ લોકોએ ડાયાબિટીસની તપાસ કરાવવી જરૂરી છે. જ્યારે ડાયાબિટીસનો રોગ સૌથી વધુ જે લોકો બેઠાડું જીવન જીવતા હોય તેઓને વધુ થાય છે. ડાયાબીટીસ ન થાય તે માટે પોષણ યુકત આહાર, નિયમિત વ્યાયામ, નિયમિત ચાલવાનું, તેમજ યોગા કરવા જોઈએ. આ કાર્યક્રમમાં ગ્રામજનોને બ્લડપ્રેશર તેમજ ડાયાબીટીસ અંગે તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગીંગણી ગામના આશા કાર્યકર બહેનો દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.