મૃત્યુ આ દુનિયાનું એક એવું સત્ય છે, જેને કોઈ સ્વીકારવા નથી ઈચ્છતું, પણ તે એક ના એક દિવસે બધાએ સ્વીકારવું જ પડે છે. હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ સત્યને સરળતાથી સ્વીકારી લે છે, પરંતુ કેટલાક અબજોપતિઓ તેમના પૈસાના જોરે કુદરતના આ સત્યને મિથ્યા કરવા મથે છે. આવા જ એક અમેરિકન ટેક મિલિયોનેર જે એન્ટી-એજિંગ પ્રક્રિયાઓ માટે તેમના જુસ્સા માટે જાણીતા છે. હાલના દિવસોમાં તેમણે પોતાના ચહેરા પર એવા પ્રયોગો કર્યા છે. જેના વિશે જાણ્યા પછી લોકોને આશ્ચર્ય થશે. પહેલા પુત્રનું લોહી તેના શરીરમાં ચઢાવ્યું મીડિયા અહેવાલો અનુસાર, આ અબજોપતિએ યુવાન રહેવા માટે પહેલા તેમના પુત્રનું લોહી તેના શરીરમાં ચઢાવ્યું અને હવે બાળક જેવો સુંદર ચહેરો મેળવવા માટે પોતાના ચહેરા પર ફેટના ઇન્જેક્શન આપ્યા છે. આ પ્રયોગ કર્યા પછી જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે આ પ્રયોગના પરિણામને લગતા કેટલાક ચિત્રો પોસ્ટ કર્યા અને ફોટા સાથે વિગતવાર વર્ણન આપ્યું. ચહેરા પર ફેટના ઇન્જેક્શન કેમ લીધા? પોતાના પ્રયોગ અંગે બ્રાયને કહ્યું કે તેમને ફેટ ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવી હતી. કારણ કે તેમના શરીરમાંથી ઘણી બધી ચરબી નીકળી રહી હતી અને આમ કરવાથી મારો ચહેરો બાળક જેવો થઈ જશે. આવી સ્થિતિમાં અમે અમારી ‘પ્રોજેક્ટ બ્લુ પ્રિન્ટ’ શરૂ કરી છે. જેના કારણે મેં મારી દિનચર્યાને વધુ સખત બનાવી દીધી. આ પ્રોજેક્ટમાં હું એક ખાસ પ્રકારની ગોળી લઉં છું, જે મારા શરીરને હંમેશા યુવાન રાખે છે. હવે આ મારા પ્રોજેક્ટનું થોડું એડવાન્સ વર્ઝન છે. જેમાં હું ઇચ્છું છું કે મારો ચહેરો બાળક જેવો સુંદર હોય. જેના માટે ડોકટરોએ મને મારા ચહેરા પર ફેટ ઇન્જેક્શન લેવાની સલાહ આપી કારણ કે બાળક જેવા દેખાવા માટે તે જરૂરી છે. પરિણામ શું આવ્યું?
તેથી જ કોઈ સમય બગાડ્યા વિના મેં ‘પ્રોજેક્ટ બેબી ફેસ’ શરૂ કર્યું. આ માટે, પહેલા મેં થેરાપી શરૂ કરી, જેનાથી મારા શરીરમાં નેચરલ ફેટ વધે અને મેટ્રિક્સને ઇન્જેક્ટ કરવું જરૂરી હતું. જો કે મારા શરીરમાંથી નીકળતી ચરબી પૂરતી ન હતી. આવી સ્થિતિમાં મેં એક ડોનરની મદદ લીધી. મારા ચહેરા પર ફેટ ઇન્જેક્શન લીધા પછી, મારા ચહેરા પર અચાનક સોજો આવવા લાગ્યો અને તે સંપૂર્ણપણે ખરાબ દેખાતો હતો. મને લાગ્યું કે તે ગંભીર એલર્જીક પ્રતિક્રિયા છે. જો કે પછીથી મારી રોગપ્રતિકારક શક્તિ એટલી મજબૂત હતી કે તેની અસર મારા ચહેરા પર બહુ દેખાતી ન હતી અને એક અઠવાડિયા અને એક દિવસ પછી મારો ચહેરો નોર્મલ થઈ ગયો હતો, પરંતુ મેં હજી હાર માની નથી. બ્રાયન જોન્સન કોણ છે?
બ્રાયન જોનસન એક અમેરિકન અબજોપતિ બિઝનેસમેન છે, જેની ઉંમર 47 વર્ષ છે પરંતુ તે લગભગ 30 વર્ષના લાગે છે. પોતાની ઉંમર ઘટાડવા માટે તેણે 30થી વધુ ડોકટરોને હાયર કર્યા છે. તે યુવાન રહેવા માટે દર વર્ષે 71 કરોડ રૂપિયા ખર્ચે છે. લોકો તેના યુવાન રહેવાના જુસ્સાને ગાંડપણ કહે છે, પરંતુ તેમણે મનમાં નક્કી કર્યુ છે કે તે ટૂંક સમયમાં 18 વર્ષની ઉંમરે પહોંચશે.