આજે એટલે કે 19મી નવેમ્બરે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 78,350ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે. તેમજ, નિફ્ટી પણ 250 પોઈન્ટ વધીને 23,750ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં તેજી અને માત્ર 3માં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ઓટો, એનર્જી અને આઈટી શેર્સમાં વધારો જોવા મળી રહ્યો છે. MM અને Tata Motorsના શેરમાં 2% થી વધુનો વધારો થયો છે. એશિયન બજારો માટે મિશ્ર કારોબાર મામા અર્થના શેર 11% ઘટ્યા
મામા અર્થની પેરેન્ટ કંપની ‘હોસના કન્ઝ્યુમર’ના શેરમાં આજે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીનો શેર 11% ઘટીને રૂ. 263 થયો છે. અગાઉ ગઈકાલે પણ કંપનીના શેરમાં 20%નો ઘટાડો જોવા મળ્યો હતો. ખરેખરમાં કંપનીએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જુલાઈ-સપ્ટેમ્બરના સમયગાળામાં, હોનાસા કન્ઝ્યુમરે રૂ. 19 કરોડની ખોટ નોંધાવી હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 29 કરોડનો નફો હતો. NTPC ગ્રીન એનર્જી IPO આજથી ખુલશે
સરકારી કંપની NTPCની પેટાકંપની NTPC ગ્રીન એનર્જી લિમિટેડનો IPO આજથી ખુલશે. રોકાણકારો આ પબ્લિક ઇશ્યૂ માટે 22 નવેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 27 નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
અગાઉ ગઈકાલે એટલે કે 18મી નવેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 241 પોઈન્ટના ઘટાડા સાથે 77,339 પર બંધ રહ્યો હતો. તેમજ, નિફ્ટી પણ 78 પોઈન્ટ ઘટીને 23,453ની સપાટીએ બંધ થયો હતો.