back to top
Homeગુજરાતભલભલા સાનિયા શેખથી પંજો લડાવતા ડરે છે!:આર્મ રેસલિંગના એશિયન કપમાં સુરતની સાનિયા...

ભલભલા સાનિયા શેખથી પંજો લડાવતા ડરે છે!:આર્મ રેસલિંગના એશિયન કપમાં સુરતની સાનિયા શેખે 65+ની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો, એક સમયે વજન 105 કિલો હતું

વર્ષ 2019માં સુરતની સાનિયા શેખ પોતાનું વજન 105 કિલો હોવાથી ઓછું કરવા માટે જિમમાં ગઈ હતી. જોકે, તેણે 6 મહિનામાં જ વજન ઘટાડી 70 કિલો જેટલું કરી નાખ્યું હતું. આ સમયે જિમમાં તેના ટ્રેનરે કહ્યું કે, તેની અંદર એક કૌશલ્ય છે, જે ભાગ્યે જ છોકરીઓમાં જોવા મળે છે. જ્યારે પણ સાનિયા કોઈની સાથે પંજો લડાવે છે, ત્યારે તેની સામેની વ્યક્તિ પરસેવો પાડવા લાગે છે. સુરતની આ 24 વર્ષીય દીકરીએ હાલમાં મુંબઇ ખાતે યોજાયેલા આર્મ રેસલિંગના એશિયન કપમાં 65+ની કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ટ્રેઈનરે ટેલેન્ટ વિશે કહ્યુ ને નવા સફરની શરૂઆત થઈ
સાનિયા શેખના ભણતર અને જીવન વિશે વાત કરીએ તો તેણીએ નર્સિંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે. નાનપણથી જ ફૂટબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ સહિતના રમતોમાં તેને ખૂબ જ રસ હતો. જ્યારે તે ધોરણ 12માં ભણતી હતી, ત્યારે સાનિયાનું વજન ઘણું વધી ગયું હતું અને 105 કિલો સુધી પહોંચી ગયું હતું. સાનિયા વજન ઘટાડવા માટે જીમમાં ગઈ હતી, ત્યારે તેના ટ્રેનરે તેને કહ્યું કે, તેનામાં ખાસ ટેલેન્ટ છે. તેના પંજામાં ગ્રીપ છે અને તે સારી રીતે પંજો લડાવી શકે છે. ત્યારથી જ સાનિયાની એક નવી સફરની શરૂઆત થઈ. કઝાકિસ્તાનની એક પ્લેયરને હરાવીને બ્રોન્ઝ મેળવ્યોઃ સાનિયા
આ મામલે સાનિયાએ જણાવ્યું હતું કે, મારું વજન વધારે હતું, તેથી મેં ફક્ત વજન ઘટાડવા જ જિમ જોઇન કર્યું હતું. જોકે, મારા જિમ ટ્રેઇનરે મને જોઇને કહ્યું હતું કે, નેચરલી તારામાં આર્મ રેસ્લિંગ કરવાની સ્ટ્રેન્થ રહેલી છે. તેથી મેં અભ્યાસની સાથે આર્મ રેસ્લીંગની શરૂઆત કરી અને વર્ષ 2019થી જુદી-જુદી કોમ્પિટીશનમાં ભાગ લેવાની શરૂઆત કરી. વર્ષ 2021થી હાલ સુધીમાં સ્ટેટ લેવલે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન રહી છું. હાલમાં જ મુંબઇમાં યોજાયેલા એશિયન કપમાં મેં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. જેમાં મેં કઝાકિસ્તાનની એક પ્લેયરને હરાવીને બ્રોન્ઝ મેળવ્યો હતો. ‘હું ઇચ્છું છું કે આર્મ્સ રેસલિંગ ઓલમ્પિકમાં શામિલ થાય’
તેને વધુમાં કહ્યું હતું કે, પરિવારના લોકો મારા માતા-પિતાને કહેતા હતા કે, દીકરીને ભણાવો, આ જિમ કરાવું યોગ્ય નથી. તેમ છતાં માતા-પિતા મારા સપોર્ટમાં હંમેશા રહ્યા. આજે જે કંઈક પણ છું એ મારા માતા-પિતાના લીધે છું. હું ઇચ્છું છું કે આર્મ્સ રેસલિંગ ઓલમ્પિકમાં શામિલ થાય, જેથી હું મારા દેશ માટે ગોલ્ડ મેડલ મેળવી શકું. ‘અચિવમેન્ટની સાથે-સાથે મારું કોન્ફિડન્સ પણ વધતુ ગયું’
તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, આર્મ રેસલિંગ સહેલી ગેમ નથી, જેટલી લોકોને લાગે છે. ઘણીવાર તો ઇજાના કારણે ખુબ જ પીડા સહન કરવી પડે છે. વર્ષ 2021થી હાલ સુધીમાં દર વર્ષે સાનિયા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન રહી છે અને પ્રો પંજા લીગમાં પણ તેણે કોચી કેડી ટીમમાં સ્થાન મેળવ્યું છે. વર્ષ 2023માં મેં પ્રો-પંજા લીગની સિઝન-1માં પણ ભાગ લીધો હતો, જેમાં હું ટોપ-7 પ્લેયર્સમાં છું. પ્રો પંજા લીગમાં હું કોચી કેડી ટીમમાં હતી અને મારી ટીમ સિઝન-1ની વિજેતા રહી હતી. જેમાં હું 65+ કેટેગરીમાં રમી રહી છું. શરૂઆતમાં મેં આ ગેમને વધુ ગંભીરતાથી લીઘી નહોતી, પરંતુ મારા અચિવમેન્ટની સાથે સાથે મારું કોન્ફિડન્સ પણ વધતુ ગયું. મારા પિતાએ મને સૌથી વધુ સપોર્ટ કર્યું છે. કેમ કે, તેઓ ઇચ્છતા હતા કે, હું દેશ માટે કંઇક કરું. આ ગેમ મને મારા અને પરિવારના સપનાને પુરો કરવાની તક આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments