back to top
Homeગુજરાતમારું એકનું એક રતન છીનવી લીધું:વડોદરાના પરમાર પરિવારનું હૈયાફાટ રુદન, ખ્યાતિકાંડ પછી...

મારું એકનું એક રતન છીનવી લીધું:વડોદરાના પરમાર પરિવારનું હૈયાફાટ રુદન, ખ્યાતિકાંડ પછી સરકાર જાગી, દુષ્કર્મી કાઉન્સિલરનો વધુ એક ભાંડો ફૂટ્યો

ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની ડિસ્ચાર્જ અરજી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના જયસુખ પટેલે ડિસ્ચાર્જ અરજી કરી છે. જયસુખ પટેલ સહિત આરોપીઓના વકીલ તરફથી પાંચ અરજી મૂકવામાં આવી છે, જેમાં દાવો કરાયો છે કે જે કલમ હેઠળ તેમની સામે ગુનો નોંધાયો છે એવો કોઈ ગુનો તેમના પર બનતો નથી. રેગિંગ કેસના 15 આરોપી-વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાયા પાટણની ધારપુર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 15 સિનિયર વિદ્યાર્થીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ તમામ આરોપીઓને કોર્ટમાં લઈ જવામાં આવ્યા. સોમવારે સાંજે જ વિદ્યાર્થીઓની અટકાયત કરી બાલીસણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.. નકલી હોસ્પિટલમાં JCP ક્રાઈમે કરાવ્યું ફોટોશૂટ સુરતમાં બનેલી નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોચ્યા હતા JCP ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ. હોસ્પિટલમાં ડોક્ટરની ચેર પર બેસીને રાઘવેન્દ્ર વત્સે આરોપીઓની સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. બે નકલી ડોક્ટર અને દારૂ સાથે પકડાયેલા એક સંચાલકે ભેગા મળી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી. આ હોસ્પિટલ નકલી હોવાનું ખૂલતાં 18 કલાકમાં જ એને સીલ કરાઈ હતી અમિત શાહ આવ્યા ગુજરાતની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. હિંમતનગરના હાજીપુર સાબરદાણ પ્લાન્ટ ખાતે 210 કરોડના કેટલફીડ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ સાથે અમદાવાદના શેલામાં નવનિર્મિત તળાવનું ઉદ્ઘાટન કર્યું. સેનાની ત્રણેય પાંખ દ્વારા એચએડીઆરનો કાર્યક્રમ પોરબંદરના અરબી સમુદ્રકિનારે આજે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એચએડીઆરનો કાર્યક્રમ યોજાયો હતો. ચોપાટી ખાતે રોબોટ, ડ્રોન, એરકાફ્રટ, શિપ, ડોનિયરના હેલિકોપ્ટરથી ઓપરેશન કરવામાં આવ્યું. કુદરતી આફતો સામે ભારતીય સેના તાત્કાલિક કેવી રીતે મદદ પહોંચાડે છે એનો લાઇવ ડેમો અપાયો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં ખૂટતી કડીઓ મેળવવા માટે તપાસ શરૂ ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ખૂટતી કડીઓ મેળવવા માટે તપાસ શરૂ કરાઈ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આજે યુ. એન. મહેતાના ડોક્ટર અને PMJAY વિભાગ સાથે કનેક્ટેડ એક્સપર્ટને લઈને ખ્યાતિ હોસ્પિટલ પહોંચી, જેમાં ક્રાઈમ બ્રાન્ચના બે પોલીસ-ઇન્સ્પેક્ટર અને અન્ય ટીમ સાથે તપાસ કરવામાં આવી રહી છે. સફેદ ચાદરમાં દીકરાને લપેટાયેલો જોઈ પરિવારનું આક્રંદ વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારનો મૃતદેહ આજે પરિવારે સ્વીકાર્યો. સયાજી હોસ્પિટલથી મૃતદેહ ઘરે લાવતાં જ પરિવારે હૈયાફાટ આક્રંદ કર્યું. તપન પરમારની બાબર પઠાણ નામના કુખ્યાત બૂટલેગરે સયાજી હોસ્પિટલમાં ઘાતકી હત્યા કરી હતી. ખ્યાતિકાંડ બાદ સરકારે લીધાં પગલાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા PMJAY કાંડ બાદ સરકાર આખરે જાગી. રાજ્યની 7 હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે, જેમાં અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ અને ગીર સોમનાથની 1-1 હોસ્પિ. સામે કાર્યવાહી કરવામાં આવી, સાથે જ 4 સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.. આવક વધી, પણ ભાવ ન મળતાં ખેડૂતો નિરાશ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની અઢળક આવક છતાં ભાવ ન મળ્યા. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના અંદાજે 1.10 લાખ કટ્ટાની આવક થઈ હતી. વહેલી સવારથી શરૂ થયેલી હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200થી 900 સુધીના બોલાયા હતા, જેના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી દુષ્કર્મી કાઉન્સિલરના વધુ એક કરતૂતનો ભાંડો ફૂટ્યો આણંદમાં પરિણીતા સાથે દુષ્કર્મ આચરનાર ભાજપના કાઉન્સિલરનું વધુ એક કરતૂત સામે આવ્યું છે. પરિણીતા ગર્ભવતી થઈ હોવાની જાણ થતાં કાઉન્સિલરે તેના પતિની હાજરીમાં જ તેનો ગર્ભપાત કરાવ્યો હતો. હાલ દુષ્કર્મી કાઉન્સિલર ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઊતરી ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments