back to top
Homeગુજરાતજુગારધામ પર SMCના સપાટા બાદ કાર્યવાહી:પાટડી પીઆઇ સહિત અન્ય ત્રણ પોલીસ કર્મીઓ...

જુગારધામ પર SMCના સપાટા બાદ કાર્યવાહી:પાટડી પીઆઇ સહિત અન્ય ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ, પાંચ મહિલાઓ સહિત 30 જુગારીઓ ઝડપાયા હતા

પાટડીમાં ગત મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં પાંચ મહિલાઓ સહીત કુલ 30 જુગારીઓ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ગાંધીનગર SMC ટીમે આ જુગાર દરોડામાં રોકડા રૂ. 4.58 લાખ, ત્રણ વાહનો અને 26 મોબાઈલ મળી કુલ રૂ. 6.58 લાખનો મુદામાલ ઝબ્બે કરી પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ જુગારધામ પર SMCના સપાટા બાદ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાટડી પીઆઇ સહિત અન્ય ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પાટડી જુગારધામ કેસમાં પાટડી પીઆઇ સહીત અન્ય ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ કરાતા ભારે ચકચાર મચી જવા પામી છે. સસ્પેન્ડ કરાયેલ પોલીસ કર્મચારીઓમાં એમ. કે. ઝાલા – પાટડી પીઆઈ, ગણપતભાઈ ભુરાભાઈ – હેડ કોન્સ્ટેબલ, વિપુલ કાનજીભાઈ – કોન્સ્ટેબલ અને ગૌતમભાઈ કાંતિલાલ – કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. પાટડી વેલનાથ નગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં 30 જુગારીઓ ઝડપાયા બાદ આ તપાસ પાટડી પોલીસના બદલે દસાડા પોલીસને સોપાઈ છે. આ કેસમાં દસાડા પોલીસ દ્વારા પકડાયેલા 30 જુગારીઓ પૈકી પાંચ મહિલાઓને બાદ કરતા 25 જુગારીઓને કોર્ટમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે તમામના રિમાન્ડ નામંજૂર કર્યાં હતા. પાટડી વેલનાથનગરમાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે અચાનક દરોડો પાડી પાંચ મહિલાઓ સહીત કુલ 30 જુગારીઓને રોકડા રૂ. 4,58,450, ત્રણ વાહનો કિંમત રૂ. 75,000 અને મોબાઈલ નંગ-26 કિંમત રૂ. 1,25,000 મળી કુલ રૂ. 6,58,950ના મુદામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડી આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં પકડાયેલા 30 જુગારીઓમાં કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર (પાટડી), મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર (પાટડી), ભરત રમેશભાઈ દેવીપૂજક (પાટડી), રાકેશ શ્યામજીભાઈ ઠાકોર (પાટડી), વાસીમ ઝીલનભાઈ સિપાઈ (સુરેન્દ્રનગર), મીનાજ ઉસ્માનભાઈ નાયક (પાટડી), અમિત દિલીપભાઈ ખખ્ખર (પાટડી), અસ્લમ શબ્બીરભાઈ સિપાઈ (પાટણ), લાલભા ભીખુભા ઝાલા (ઝીંઝુવાડા), ઝાહીર અબ્બાસ દાવલભાઈ બેલીમ (પાટડી), દેવપાલ રાજુભાઈ ઝાલા (દેત્રોજ), નરેશ મંગાભાઇ ઠાકોર (પાટડી), વખતસિંહ ભરતસિંહ સોલંકી (દેત્રોજ), વિજય મનહરભાઈ ભીલ (પાટડી), નિલેશગિરી વિષ્ણુગીરી ગૌસ્વામી (પાટડી), ભાર્ગવ અમૃતલાલ દેકાવડીયા (પાટડી), રસિક છનાભાઈ દેવીપૂજક (પાટડી), લાલભાઈ છનાભાઈ દેવીપૂજક (પાટડી), મોહસીન ઉર્ફે લારા બાબુભાઇ મંડલી (વિરમગામ), સરફરાઝ ઉર્ફે કાલુ હબીબભાઇ ફકીર (વિરમગામ), રામભાઈ ઉર્ફે વિક્રમ જીવાભાઈ ઠાકોર (પાટડી), અરવિંદસિંહ હરિભા મકવાણા (દેત્રોજ), કિરણ મંગાજી ઠાકોર (કડી), રાજુ પોલાભાઈ દેવીપૂજક (પાટડી), રમેશ રાસંગજી ઠાકોર (માંડલ), ખુશ્બુબેન ઉર્ફે કુસુમબેન અશ્વિનભાઇ પરમાર (વિરમગામ), રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર (પાટડી), કાંતાબેન મગનભાઈ પરમાર (વિરમગામ), રમીલાબેન નાગરભાઈ પરમાર (વિરમગામ) અને જલીબેન તારાસંગજી ઠાકોર (પાટડી) મળી કુલ 30 જુગારીઓ રોકડા રૂ.4,58,450, ત્રણ વાહનો કિંમત રૂ.75,000 અને મોબાઈલ નંગ-26 કિંમત રૂ.1,25,000 મળી કુલ રૂ.6,58,950ના મુદામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડાયા હતા, આ તમામ જુગારીઓ વિરુદ્ધ પાટડી પોલીસ મથકે જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ઘરી છે. ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં પીએસઆઇ બી. એન. ગોહીલ સાહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ જુગાર દરોડામાં પાટડી પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments