back to top
Homeગુજરાતગોધરામાં ગૌવંશની હેરાફેરી:કારમાં લઈ જવામાં આવી રહેલો 1025 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો...

ગોધરામાં ગૌવંશની હેરાફેરી:કારમાં લઈ જવામાં આવી રહેલો 1025 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો જપ્ત

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા એક ફોર વ્હીલ કારમાં લઈ જવામાં આવી રહેલA 1025 કિલો શંકાસ્પદ માંસ જથ્થો સાથે એક બાઈકને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે ઘટના સ્થળેથી કસાઈઓ ફરાર થઈ ગયા હતા. હાલતો બી ડિવિઝન પોલીસ શંકાસ્પદ માસનો જથ્થો ઝડપી પાડી તપાસની ધમધમાટ શરૂ કરી છે. ગોધરા શહેરમાં દિન પ્રતિદિન ગૌવંશના હેરાફેરી કરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાં નિર્દય રીતે અબોલા પશુઓના કતલ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પંચમહાલ પોલીસ દ્વારા છાસવારે ગોધરા શહેર તેમજ આજુબાજુના તાલુકાઓમાંથી ગૌમાંસ ઝડપી પાડવામાં આવે છે અને કસાઈઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે આજ રોજ ફરી એકવાર ગોધરા શહેર બી ડિવિઝન પોલીસને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે, ગોધરા શહેરનાં માસૂમ મસ્જિદ પાછળ, ડો.ઝાકીર હુસેન સ્કૂલની પાછળનાં ભાગમાં ખુલ્લી જગ્યામાં કેટલાક કસાઈઓ એક ફોર વ્હીલ કારમાં શંકાસ્પદ માંસનો જથ્થો ભરીને ભાગવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે ગોધરા શહેર બી ડિવિઝનની પોલીસ દ્વારા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા એક ફોર વ્હીલ કારમાંથી શંકાસ્પદ માંસનો કુલ 1025 કિલો જથ્થો સાથે એક મોટર સાયકલ પણ કબ્જે કરી છે. વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસ ની આ કાર્યવાહી દરમિયાન કસાઈઓ ફરાર થઈ જવા પામ્યા હતા. ત્યારે ગોધરામાં વધુ એકવાર કસાઈઓની નિંદનીય હરકત સામે આવતા હિન્દુ સંગઠનો દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. બીજી તરફ પોલીસે માંસના નમૂના લઈ તે માંસ ગૌમાંસ છે કે કેમ તેને પરીક્ષણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments