સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો બેટી પઢાવો, પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી 20 લોકોના જૂથના સભ્યો આજે ભરૂચ આવી પહોંચ્યા હતા. તેઓ શહેરની શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓને સંદેશ આપી જાગૃતિ લાવશે. ઉત્તરપ્રદેશથી 30 જુલાઈ 1980 અવધ બિહારીલાલે લખીમપુર ખીરીથી ભારત ભમણ યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારબાદ લોકો તેમની સાથે જોડાતા જતા આજે તેમની સાથે 20 લોકોની ટીમ કામગીરી કરી રહી છે. તેમની ટીમ દેશમાં સ્વચ્છતા હી સેવા,માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો બેટી પઢાવો,પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો લઈને લોકો અને આજની પઢી બાળકોને સંદેશ આપીને તૈયાર કરી રહ્યા છે. તેમની ટીમના પર્વતારોહી જીતેન્દ્ર પ્રતાબે 4.48 લાખ કિલોમીટર પદયાત્રા કરીને પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ પણ કાયમ કર્યો હતો. તેઓની ટીમના 20 સભ્યોએ ઉત્તરાખંડ,મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે. હાલમાં જ જીતેન્દ્ર પ્રતાબ,મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદ અને અવધ બિહારી સાથ ગુજરાતના દાહોદથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીએ આપેલી ભેટ એમ્બેસેડર કાર લઈને રથયાત્રા પ્રવાસ ચાલુ કર્યો છે. તેઓ તેમની ટીમ સાથે આજે ભરૂચ શહેરમાં આવી પહોચતા જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત લીધી હતી. તેઓ શાળાઓ જઈને આરોગ્યનો સંદેશ ફેલાવીને જાહેર સ્થળોએ કાર્યક્રમો કરી,લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી તેમજ પાંચ રોપાઓ વાવવા સંદેશો આપી રહ્યા છે. આ સાથે સ્વચ્છતા હી સેવા માર્ગ સલામતી, પર્યાવરણ સંરક્ષણ, બેટી બચાવો બેટી પઢાવો,પાણી બચાવો, વૃક્ષો વાવવા અને અન્યનો સંદેશ અસરકારક રીતે લોકોમાં ફેલાવી રહી છે.