back to top
Homeગુજરાતનકલી નોટો મળતા પોલીસ દોડતી થઈ:ભાવનગરના નવાપરા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી 500ના દરની...

નકલી નોટો મળતા પોલીસ દોડતી થઈ:ભાવનગરના નવાપરા વિસ્તારમાં કચરાના ઢગલામાંથી 500ના દરની ઝેરોક્ષ અથવા પ્રિન્ટ કરેલી 95 નોટો મળી આવી

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ રોયલ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાંથી કચરાના ઢગલામાંથી 500ના દરની ડુપ્લીકેટ નોટ મળી આવતા ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, રેન્જ આઈજી, એસપી સહિતનો મસમોટા પોલીસ કાફલો દોડી ગયો હતો. શહેરના નવાપરામાં આવેલ રોયલ કોમ્પ્લેક્સ ના પાર્કિંગ એરિયામાંથી કચરામાં ફેંકી દેવાયેલ શંકાસ્પદ નકલી ચલણી નોટો મળી આવી હતી, એસઓજી પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર પોહચી શંકાસ્પદ ચલણી નોટોનો કબજો લઇ આગળ તપાસ હાથ ધરી હતી, બે દિવસ પહેલાં મુંબઇના મીરા વિસ્તારમાંથી ભાવનગરના વતની આર્યન જાંબુચા નામના શખ્સને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 51 લાખની 500ની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે ઝડપી લીધો હતો, ત્યારે ભાવનગર પોલીસ આ દિશામાં તપાસ શરૂ કરી છે કે, મુંબઈમાં પકડાયેલ નકલી નોટ સાથે આર્યનને ભાવનગરમાં મળી આવેલી ડુપ્લીકેટ નોટ સાથે કોઈ કનેકશન તો નથીને. એસઓજી પોલીસ આજુબાજુના સીસીટીવી દ્વારા આ શંકાસ્પદ ડુપ્લીકેટ નોટ અહીંયા કોણે નાખી, કોણે છાપી એ દિશમાં આગળ તપાસ હાથ ધરી છે, કોઈ અજાણ્યા ઈસમ દ્વારા રોયલ કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં 500 ના દરની ચલણી નોટો કચરામાં ફેંકવામાં આવી હતી, પોલીસને માહિતી મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ અંગે ભાવનગર એસ.પી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પલેક્ષ બેઝમેન્ટમાં ભારતીય દરની 500ના દરની નોટો પડેલી હોવાની જિલ્લા પોલીસને માહિતી મળતા તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસ કરતા ભારતીય દરની ચલણી નોટો ઝેરોક્ષ કરેલી અથવા પ્રિન્ટ કરેલી 95 નોટો મળી આવી હતી અને આ કચરાના ઢગલામાં પડી હતી, આજુબાજુના સીસીટીવી તપાસ કરી આ નોટ અહીંયા કોણ નાખી ગયું હશે, આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments