back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-મંગળવારે શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા યું:નિફટી ફ્યુચર 23303 પોઈન્ટ ઉપર તેજી...

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-મંગળવારે શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા યું:નિફટી ફ્યુચર 23303 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

મંગળવારે શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા મળ્યું હતું. શેરબજારમાં એશિયન શેરબજારોના સથવારે સ્થાનિક શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. શેરબજારમાં છેલ્લા સળંગ સાત દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 239 પોઈન્ટના ઉછાળા સાથે 77878 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 20 પોઈન્ટના ઉછાળા સાથે 23534 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 69 પોઈન્ટના ઉછાળા સાથે 50499 પોઈન્ટના સ્તરે બંધ થયો. સેન્સેક્સ, નિફટીમાં ઉછાળે આંચકા છતાં આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો. સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓવરઓલ માહોલ સુધારા તરફી જોવા મળ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી મંદીનો સામનો કરી રહેલા સ્મોલકેપ અને મીડકેપ શેર્સમાં આજે સુધારો જોવા મળ્યો છે. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1100 પોઈન્ટ અને નિફ્ટી ફ્યુચર 250 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે. રિયાલ્ટી, પીએસયુ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, પાવર, કેપિટલ ગુડ્સ, આઈટી ઈન્ડેક્સ 1.50% થી વધુ ઉછાળો જોવા મળીયો હતો. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,ટીસીએસ,ટીવીએસ મોટર્સ,ઈન્ફોસીસ,લ્યુપીન,સિપ્લા,એસબીઆઈ કાર્ડ્સ,ડીએલએફ,હવેલ્લ્સ,મુથૂટ ફાઈનાન્સ,ગ્લેનમાર્ક ફાર્મા,ઓરબિંદો ફાર્મા,કોટક મહિન્દ્રા બેન્ક,ટાટા મોટર્સ,એક્સીસ બેન્ક,ટેક મહિન્દ્રા,અદાણી પોર્ટસ,વિપ્રો જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,ભારતી ઐરટેલ,ગ્રાસીમ,એસીસી,મહાનગર ગેસ,બાટા ઇન્ડિયા,રિલાયન્સ,વોલ્ટાસ,જીન્દાલ સ્ટીલ,એચસીએલ ટેકનોલોજી જેવા શેરોમાં ઘટાળો થયો છે.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4059 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1637 અને વધનારની સંખ્યા 2326 રહી હતી, 96 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 232 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 347 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23534 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23373 પોઇન્ટના પ્રથમ અને 23303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23573 પોઇન્ટથી 23606 પોઇન્ટ, 23676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23303 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 50590 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50088 પોઇન્ટના પ્રથમ અને 49808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 50606 પોઇન્ટથી 50737 પોઇન્ટ, 50808 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 50808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ઈન્ફોસીસ લીમીટેડ ( 1825 ) :- ઈન્ફોસીસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1787 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1773 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1844 થી રૂ.1850 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1858 ઉપર તેજી તરફી ધ્યાન.
એચસીએલ ટેકનોલોજી ( 1826 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1787 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1770 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1844 થી રૂ.1858 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
ઓબેરોઈ રીયાલીટી ( 1907 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1947 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1888 થી રૂ.1874 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1960 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ટાટા કોમ્યુનિકેશન ( 1722 ) :- રૂ.1747 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1755 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1696 થી રૂ.1680 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1760 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા….
મિત્રો, આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ જળવાઈ રહેશે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી. ટ્રમ્પ સત્તાની કમાન સંભાળે અને નવી નીતિઓ અંગે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે.અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેર બજારોમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા. એફપીઆઈઝની એક્ઝિટ ઈન્ડિયા અટકવાની અને ફરી ભારતીય બજારોમાં વેલ્યુબાઈંગ શરૂ થવાની શકયતા ચર્ચાવા લાગી છે. અલબત પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી-પરિણામો નબળા હોવાથી અને આ પરિણામોની સ્થિતિ સુધરતાં 6 થી 9 મહિના લાગી જવાની શકયતા બતાવી રહ્યા હોઈ શેરોમાં આગામી દિવસોમાં તેજીના સંભવિત ઉછાળા લલચાઈ ન જવાય એની પણ સાવચેતી રાખવી જરૂરી છે. શેરોમાં મોટી ખરીદીને બદલે આકર્ષક વેલ્યુએશને મળતાં શેરોમાં રોકાણની પસંદગી કરવી.હજુ ઓવર વેલ્યુએશન ધરાવતા શેરોમાં ઉછાળે શેરો ઓફલોડ થવાની પૂરી શકયતા છે. કાલરોજ 20, નવેમ્બર 2024ના બુધવારે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી પર શેર બજારની નજર રહેશે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments