વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલી મેડિકલ કોલેજ પાસે માઇક્રોબાયોલોજીનો સ્ટાફ દ્વારા વર્લ્ડ AMR અવેરનેસ વીક અંગેની ઊજવણી માટે હેન્ડ પ્રિન્ટિંગ દ્વારા જનજાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. માઇક્રોબિએલસ જીવાણુ છે, જેનાં પર એન્ટી બાયોટિકની અસર તેનાં પર ઓછી થઈ રહી છે. આ વૈશ્વિક ખતરાને ટાળવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ યોજ્યો હતો. વધુમાં વધુ લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ મેડિકલ કોલેજના કેમ્પસમાં આવતા જતા દર્દીઓ વિદ્યાર્થીઓ ડોક્ટર અને સ્ટાફને હેન્ડ પ્રિન્ટિંગ દ્વારા પ્રિન્ટ કરાવી આ અંગેની જનજાગૃતિ આવે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગામી તારીખ 24 સુધી આ વિવિધ કાર્યક્રમ થકી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે ત્યારે વધુમાં વધુ લોકોમાં જનજાગૃતિ થાય તેવો પ્રયાસ માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ડોક્ટર અને સ્ટાફ બધાને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ
આ અંગે ડોક્ટર હેમાલી પરમારે જણાવ્યું હતું કે, અમે ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજીનો સ્ટાફ છીએ. અમારા દ્વારા વર્લ્ડ એ એમ આર અવરનેશ વીક અંગેની જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં હેન્ડ પ્રિન્ટિંગ દ્વારા એન્ટિ માઇક્રોબિએલસ જે જીવનું છે, તેની અસર એન્ટીબાયોટિક્સ પર ઓછી થઈ રહી છે. આ એક વૈશ્વિક ખતરો છે તો એને રોકવા માટેનો આ એક અમારો પ્રયાસ છે. અહીં આવતા દર્દીઓ વિદ્યાર્થીઓ અને ડોક્ટર અને સ્ટાફ બધાને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ છે. ડોક્ટરને પૂછ્યા વગર ક્યારેય દવા ન લેવી જોઈએ
વધુમાં જણાવાયું હતું કે,18થી 24 નવેમ્બર સુધી આ અઠવાડિયું આખું અવેરનેસ વીક છે, જેને અલગ-અલગ એક્ટિવિટી કરીને સેલિબ્રેશન કરીએ છીએ. રોજેરોજ અમે OPDમાં જઈએ છીએ. પેશન્ટને જાણકારી આપવા માટે આજે હેન્ડ પ્રિન્ટ એક્ટિવિટી છે. પોસ્ટર કોમ્પિટિશન, સ્લોગન કોમ્પિટિશન દ્વારા જનજાગૃતિ લાવવાનો આ મારો પ્રયાસ છે. ડોક્ટરને પૂછ્યા વગર ક્યારેય દવા ન લેવી જોઈએ સાથે જ દવાનો કોર્સ પૂર્ણ કરવો જોઈએ. કોઈપણ નાનો મોટો ઇન્ફેક્શન હોય તો એન્ટિબાયોટિક જાતે ન લેવું જોઈએ તેને રોકવા માટેનો અમારો આ પ્રયાસ છે.