અમદાવાદના એસજી હાઈવે પર આવેલા BMW શોરૂમનો કર્મચારી બનીને કંપનીમાંથી નવી કારની ડિલિવરી કરવામાં આવેલા ટ્રેલર ચાલક પાસે જઈને ત્રણેય કાર શો રૂમ પર લઈ જવાની છે તેમ કહીને એક કાર પહેલાં મૂકીને આવું કહીને ગઠિયો 60.54 લાખની નવી કાર લઈ ગયો હતો. આ અંગે ટ્રેલર ચાલકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગઠિયા સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ટ્રેક અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીને માળિયા મોરબી હાઈવે પર નાકાબંધી કરીને નાગડાવાસ ગામ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેને ધંધો કરવો હોવાથી ઘરે જાણ કરતા પણ સહયોગ ન મળતા લિફ્ટ માગીને અમદાવાદ આવી શો રૂમના કર્મચારીની ઓળખ આપીને કાર લઈ ભાગ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ટ્રેલરચાલક 3 BMW કાર લઈ ચેન્નાઈથી અમદાવાદ આવ્યો
ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં રહેતા રાજકુમાર યાદવ છેલ્લા બે વર્ષથી હરિણાના ગુડગાંવમાં આવેલી જૈનીક્ષ પરવેન પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. રાજકુમાર અને કંડક્ટર મોહમદ તસ્લીમ રાયન બંને ગત 12 નવેમ્બર ચેન્નાઈથી BMW કંપનીમાંથી નવી 6 કાર ટ્રેલરમાં ભરીને ડિલિવરી કરવા ગુજરાત આવવા નીકળ્યા હતા. રાજકુમારે ગત 18 નવેમ્બરે 3 કાર સુરતમાં એક શોરૂમમાં ડિલિવરી કરી હતી. જ્યારે બાકીની 3 કાર સાથે રાજકુમાર એસજી હાઈવે પર આવેલા ગેલોપ્સ ઓટો હાઉસના શો રૂમમાં ડિલિવરી કરવા વહેરી સવારે અમદાવાદ આવ્યો હતો. ગઠિયાએ BMW શો રૂમના કર્મચારીની ઓળખ આપી
સવારના 5 વાગ્યાની આસપાસ શોરૂમ બંધ હોવાથી રાજકુમાર અને તસ્લીમ યાદવ ટ્રેલરને થોડે દૂર સાઈડમાં ઉભુ રાખીને આરામ કરી રહ્યા હતા, ત્યારે એક યુવક ટ્રેલર પાસે આવીને ચાલક રાજકુમારને ઉઠાડ્યો હતો. બાદમાં હું BMW શોરૂમમાંથી આવું છું અને ટ્રેલરમાં અમારી કંપનીની જ ગાડીઓ છે. બાદમાં યુવકે ગાડીઓને ટ્રેલરમાંથી બહાર કાઢવાનું કહેતા રાજકુમારે પહેલાં ચા-નાસ્તો કરી લઈએ પછી કાર ઉતારીશું તેમ કહ્યું હતું. રાજકુમાર અને તસ્લીમ ચા-નાસ્તો કર્યા બાદ ટ્રેલર પાસે આવતા યુવકે ત્રણેય ગાડીઓના કાગળો માગ્યા અને કાર નીચે ઉતારવાનું કહ્યું હતું. 60.54 લાખની કાર લઇ ગઠિયો ભાગી ગયો હતો
જેથી રાજકુમારે ત્રણેય કાર નીચે ઉતારીને ચાવીઓ તેને આપી દીધી હતી. બાદમાં યુવકે રાજકુમારને કહ્યું કે, એક પછી એક કાર હું શો રૂમમાં મૂકી આવું કહીને એક BMW કાર લઈને યુવક જતો રહ્યો હતો. જોકે, બીજી કાર લેવા નહીં આવતા રાજકુમારે તાત્કાલિક તસ્લીમને શોરૂમ પર જઈને તપાસ કરવાનું કહ્યું હતું. તસ્લીમ શોરૂમ ખાતે પહોંચીને સિક્યુરિટી ગાર્ડને યુવક અંગે પૂછતા ગાર્ડે કહ્યું કે, નવી કાર લઈને કોઈ યુવક અહીં આવ્યો જ નથી. આ અંગે રાજકુમારે સરખેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસ સામે 60.54 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ટીમો બનાવીને અને કાર ટ્રેક કરતા જાણવા મળ્યું કે, કાર મોરબી પાસે છે. જેથી નાકાબંધી કરીને પોલીસે BMW કારને ઝડપી પાડીને આરોપીની ધરપકડ કરી હતી. જેનું નામ પૂછતા ગૌરાંગ ગોસ્વામી લિફ્ટ માગીને અમદાવાદ આવ્યો હતો. BBA સુધીનો અભ્યાસ કર્યો છે.