અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખુલ્લી કેનાલોને ઢાંકવાના પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ, ગોતા- ગોધાવી કેનાલ પ્રોજેક્ટ, ચંદ્રભાગા નાળું ડેવલોપ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 2500 કરોડથી વધુના ખર્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે. ખારીકટ કેનાલ પ્રોજેકટના ફેઝ-2ની કામગીરી હાથ ધરવા માટેનો DPR તૈયાર કરાયો છે અને સરકારની મંજૂરી માટે સુપરત કરાયો છે. રાજ્ય સરકારની મંજૂરી મળતાં જ આ હેતુસર ટેન્ડર બહાર પાડીને આગામી સમયમાં ખારીકટ કેનાલના ફેઝ-2 અંતર્ગત કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ ફેઝની કામગીરીમાં 48 ટકા કામગીરી પૂર્ણ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, AMC દ્વારા રૂ. 1200 કરોડના ખારીકટ કેનાલના પ્રથમ ફેઝની કામગીરીમાં 48 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. ખારીકટ કેનાલ નરોડા, નોબલનગર, ઓઢવ, નિકોલ, ક્રિશ્નાનગર, ઠક્કરબાપાનગર, વિરાટનગર, અર્બુદાનગર, ઇન્દ્રપુરી જેવા વોર્ડ માંથી પસાર થાય છે. સદર નાળુ બોક્ષ ડ્રેઇન કરવાથી વિસ્તારને અવર જવર માટે રોડની એક વધુ સુવિધા ઉપલ્બધ થશે. કેનાલની આસપાસનાં વિસ્તારમાં રહીસોને સુખાકારી વધારો થશે. ખારીકટ કેનાલના ફેઝ-2નો રૂ. 1000 કરોડના DPR માટે સરકારની મંજૂરી મેળવવામાં આવશે અને ત્યારબાદ કામગીરી હાથ ધરાયા પછી નરોડા, ધોડાસર, વટવા, વિઝોલ વિસ્તાર જેવા વોર્ડમાંથી પસાર થાય છે. નાળુ બોક્ષ ડ્રેઇન કરવાથી સદરહુ વિસ્તારને અવરજવર માટે રોડની એક વધુ સુવિધા ઉપલ્બધ થશે. નાગરિકોને ખુલ્લી કેનાલની સમસ્યામાંથી મુક્તિ મળશે
AMC દ્વારા રૂ. 131 કરોડના ખર્ચે નિલગિરી સર્કલથી ગોતા- ગોધાવી કેનાલ (તુલિપ વિલેજ)ના ચાલી રહેલા પ્રોજેક્ટમાં 45 ટકા કામ પૂરું થયું છે. જ્યારે રૂ. 272 કરોડના ખર્ચે ચંદ્રભાગા નાળું ડેવલોપ કરવામાં આવી રહ્યું છે અને પ્રબોધ રાવલ બ્રિજથી સાબરમતી નદી સુધીના રૂ. 72.5 કરોડના પ્રોજેક્ટની કામગીરીમાં 75 ટકા પૂરૂં થયું છે. ચંદ્રભાગા નાળાની કામગીરી પૂરી થયા પચ્છી સાબરમતી, ચાંદખેડા, વાડજ, સ્ટેડીયમ વોર્ડના નાગરિકોને ખુલ્લી કેનાલની સમસ્યામાંથી મુક્તિ મળશે.