ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરીજીના દેહવિલયને પગલે મહંતપદ માટે શરૂ થયેલી ખેંચતાણમાં ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ ગુરુવારે જૂના અખાડાનો એક લેટર બોંબ ફોડ્યો હતો. આ લેટર બોંબમાં વર્ષો પહેલાં અખાડા પરિષદના સેક્રેટરી હરિગીરીએ કેવી રીતે ભવનાથ મંદિર હડપ કર્યું એની વિગતો જારી કરતા પત્રની ખરી નકલ પત્રકારો સમક્ષ રજૂ કર્યો હતો.
આ પત્ર એવા મતલબનો છે કે, હરિગીરીએ ભવનાથ મંદિરના મહંત તરીકે પોતાની કાયમી ધોરણે જૂનાગઢના કલેક્ટર દ્વારા નિમણૂંક થાય એ માટે જુદા જુદા 11 મહાનુભાવોને રૂપિયા આપ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢના 2 કલેક્ટરો તેમજ ભવનાથના સંતોનો સમાવેશ થાય છે. આ પત્રની સામે મહેશગીરીએ હરિગીરીને જાહેરમાં એવો સવાલ કર્યો હતો કે, આ પત્ર શું છે એ સ્પષ્ટ કરો. આ પત્ર તમે અખાડામાં દેખાડીને પૈસા ઉપાડ્યા છે કે, ભવનાથ મંદિરના મહંત બનવા માટે રૂપિયા આપ્યાની સાબિતી ઉભી કરે છે, એનો જવાબ આપો. પત્ર જૂના અખાડાના લેટર પેડ પર લખાયો છે, જેમાં નીચે અખિલ ભારતીય અખાડા પરિષદના સેક્રેટરી તરીકે હરિગીરીની સહી અને અખાડાનો ગોળ સીક્કો છે. આ અંગે હરિગીરીની પ્રતિક્રિયા મેળવવા માટે વારંવાર પ્રયત્ન કરવા છતાં તેઓએ સંપર્કવિહોણા રહેવાનું જ પસંદ કર્યું હતું. ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ પત્રકાર પરિષદ બોલાવી લેટર જાહેર કર્યો : સંતસમાજ અને ભક્તગણ સ્તબ્ધ કોને કેટલા રૂપિયા આપ્યા એનો રકમ સાથે પત્રમાં ઉલ્લેખ
કોને રકમ અપાઈરકમ (રૂપિયા)
ભારતીય જનતા પાર્ટીને5 કરોડ
કલેક્ટર આલોકકુમાર પાંડેને50 લાખ
કલેક્ટર રાહુલ ગુપ્તાને50 લાખ
મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુને50 લાખ
સિદ્ધેશ્વરગીરી મહંતને25 લાખ
મહાદેવગીરીને25 લાખ
મુક્તાનંદગીરી બાપુ કમંડલ કુંડ મહંતને25 લાખ
શિવ ધૂણાવાળા મહંતને15 લાખ
સેવાદેવી પુનિતાચાર્યને15 લાખ
જયશ્રીગીરી મહામંડલેશ્વરને25 લાખ શું છે અાખો વિવાદ ?
મહંત તનસુખગીરીજીના દેહવિલય બાદ તેમની ગાદી અંગેનો વિવાદ છેડાઇ ગયો છે. તનસુખગીરીજી ભૂતનાથના મહંત મહેશગીરીને તેમણે ચોટી કાપી શિષ્ય બનાવ્યા હોવાથી હવે પોતે અંબાજી મંદિરના મહંત બને અેવો દાવો મહેશગીરીઅે કર્યો. મહેશગીરીઅે જાહેરમાં અેવું કહ્યું હતું કે, હરિગીરીને ભવનાથમાંથી કાઢીશ નહીં ત્યાં સુધી હું મારા ગુરુ તનસુખગીરીને શ્રદ્ધાંજલિ અાપવા નહીં જાઉં.