back to top
Homeગુજરાત​​​​​​​જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વિરોધ:ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનશે ઇન્દોર,...

​​​​​​​જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં વિરોધ:ઝાલોદમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનશે ઇન્દોર, ઉદયપુર, વડોદરા કનેક્ટ થશે

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નેશનલ હાઇવે 56ને અડીને આવેલા 4 ગામમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે સરવેે કરવા માટે નકશો તૈયાર કરી દેવાયો છે. જેમાં એરપોર્ટ ઓથોરિટીના 3 અધિકારીની કમિટી બનાવીને ભૌગોલિક પરિસ્થિતિનો સરવેે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ઝાલોદ તાલુકાનાં 4 ગામમાં જે એરપોર્ટનો સરવે કરાયો છે તેમાં 4190 એકર જમીનની જરૂર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એરપોર્ટ ગ્રાઉન્ડ અને રનવે સહિતની માહિતી પણ દર્શાવી છે. ભૌગોલિક સરવેમાં વિસ્તારના ફોટા, આબોહવા અને આસપાસના પ્રદેશનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ દાહોદ એરપોર્ટથી વડોદરા, અમદાવાદ, રાજસ્થાનનું ઉદયપુર અને મધ્યપ્રદેશના ઇન્દોરના ડોમેસ્ટિક એરપોર્ટ તથા અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટનું આલેખન કરવામાં આવ્યું છે. તાલુકાની સમગ્ર ભૌગોલિક પરિસ્થતિ પ્રમાણે સંભવિત એરપોર્ટનો વિસ્તાર અને રનવે સાઈટનો વિવિધ નકશા બનાવવામાં આવ્યા છે. એક તરફ નક્શો તૈયાર થઇ ગયો છે અને હવે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરાય તે પહેલાં જ એરપોર્ટમાં જમીન ગુમાવવાની દહેશતે ઝાલોદ તાલુકાના ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને છાયણના લોકો આ ડોમેસ્ટીક એરપોર્ટનો ઉગ્ર વિરોધ સાથે આંદોલનની તૈયારી કરી રહ્યા છે. ઝાલોદ તાલુકામાં નિર્માણ થનાર ડોમેસ્ટિક એરપોર્ટ વડોદરા, અમદાવાદ, ઇન્દોર અને ઉદયપુરનું મધ્ય કેન્દ્ર બનશે. વિવિધ દિશામાં આવેલા આ એરપોર્ટથી ઝાલોદના એરપોર્ટનુ અંતર પણ નક્શામાં દર્શાવાયુ છે. જેમાં ઝાલોદના એરપોર્ટથી 120 કિમીના સર્કલમાં વડોદરા, 160 કિમીના સર્કલમાં અમદાવાદ, 160 કિમીના સર્કલમાં ઇન્દોર અને 210 કિમીના સર્કલમાં ઉદયપુર આવે છે. વિસ્તારના વાતાવરણનો પણ અભ્યાસ કરાયો
ઝાલોદ તાલુકામાં એરપોર્ટનો ભૌગોલિક સરવેનો નકશો તૈયાર કરી દેવાયો છે. જેમાં એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા વિભાગ દ્વારા સર્વે માટે એક ટીમ બનાવી છે.તેમાં અમન સૈની જી.એમ ,રામનિવાસ કુમાવત એજીએમ,મોહસીન કમાલ એજીએમની દેખરેખમાં ગુલસેલ વિભાગના ઈશ્વરભાઈ દેસાઈની નોડલ અધિકારી તરીકેની નિમણુંક કરવામાં આવી હતી. સમગ્ર એરપોર્ટ માટે વિસ્તારના વાતાવરણનો પણ અભ્યાસ કરવામાં આવ્યા બાદ ભૌગોલિક સરવે કરીને એક નકશો તૈયાર કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments