લગભગ 18 વર્ષ પહેલા રિલીઝ થયેલી અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ રાવલની સુપરહિટ જોડી ફરી એકવાર ‘ભાગમ ભાગ 2’થી ધૂમ મચાવવા આવી રહી છે. 2006માં આવેલી કોમેડી ફિલ્મ ‘ભાગમ ભાગ’ની આ સિક્વલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બ્લોકબસ્ટર કોમેડી અને લોટપોટ કરનારી પાગલપનની આ દુનિયા પરત ફરવા માટે તૈયાર છે. આ ફિલ્મે દર્શકોને ખૂબ હસાવ્યા. હવે આટલા સમય પછી, આ મોસ્ટ અવેઇટેડ સિક્વલ ફરી એકવાર એ જ જૂના કલાકારો સાથે વાપસી કરી રહી છે. અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ ફરી એકવાર સાથે જોવા મળશે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર, ગોવિંદા અને પરેશ ફરી એકવાર તેમની જૂની સ્ટાઈલમાં પરંતુ નવા અંદાજમાં જોવા મળશે. ‘ભાગમ ભાગ’ને જાણીતા નિર્દેશક પ્રિયદર્શનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. રોઅરિંગ રિવર પ્રોડક્શન્સની સરિતા અશ્વિન વર્દે દ્વારા તાજેતરમાં આ ફિલ્મની સિક્વલ માટેના અધિકારો શેમારૂ એન્ટરટેઈનમેન્ટ પાસેથી હસ્તગત કરવામાં આવ્યા છે, જેઓ ફિલ્મની સ્ક્રિપ્ટ પર પણ કામ કરી રહી છે. તે શેમારૂ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કરશે. સરિતાએ અશ્વિન વર્દે પાછળ ક્રિયેટિવ ફોર્સ તરીકે કામ કર્યું છે
સરિતા લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. તે તેના પતિ અશ્વિન વર્ડેની પાછળ સર્જનાત્મક શક્તિ રહી છે, જેઓ ‘બોસ’, ‘મુબારકાં’, ‘કબીર સિંહ’, ‘OMG-2’ અને ‘ખેલ ખેલ મેં’ જેવી ફિલ્મોના નિર્માતા પણ છે. આ સિક્વલ હજુ વધુ ક્રેઝી અને મજેદાર હશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘ભાગમ પાર્ટ 2’નું કામ 2025ના મધ્યમાં શરૂ થશે. ફિલ્મના નિર્માતાઓએ વચન આપ્યું છે કે આ સિક્વલ હજી વધુ ક્રેઝી અને મજેદાર હશે. ફિલ્મ અંગેની બાકીની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.