અમદાવાદની સૌથી મોટી જાહેર હોસ્પિટલમાં છેલ્લાં કેટલાંક વર્ષથી વધુ સુવિધાઓ મળી રહે એ માટે 1200 બેડની હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં આવતા તમામ દર્દીઓ કે તેમનાં સગાં-સંબંધીઓ માટે હોસ્પિટલની સામે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે. એમાં લગભગ 700 જેટલાં વાહનો પાર્ક થઈ શકે છે, પરંતુ પાર્કિંગનો દુરુપયોગ થઈ રહ્યો છે. આસપાસના રહેવાસીઓ પોતાનાં વાહનો ત્યાં પાર્ક કરીને અનેક દિવસો સુધી લઈ જતા નથી, જેથી હોસ્પિટલ દ્વારા હવે દંડ વસૂલ કરીને જ ગાડીઓ આપવામાં આવશે તથા 10 દિવસમાં ગાડી લઈ નહી જાય તો ટ્રાફિક-પોલીસને આ બાબતે ધ્યાન દોરીને ટોઇંગ કરાવી દેવામાં આવશે. 200 બેડની હોસ્પિટલના પાર્કિંગનો દુરુપયોગ
અમદાવાદની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એટલે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, જ્યાં ફક્ત અમદાવાદના જ નહીં, પરંતુ રાજ્યભરમાંથી અને પાડોશી રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી વધુ સુવિધાઓ મળી રહે એ માટે 1200 બેડની હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર હોસ્પિટલના વિવિધ વિભાગમાં આવતા દર્દીઓ કે તેમના સગાં-સંબંધીઓ માટે હોસ્પિટલની સામે અંડરગ્રાઉન્ડ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં લગભગ 700 જેટલાં વાહનો પાર્ક થઈ શકે છે, પરંતુ પાર્કિંગનો દુરુપયોગ થઈ રહ્યો છે. આસપાસના રહેવાસીઓ પોતાનાં વાહનો ત્યાં પાર્ક કરીને અનેક દિવસો સુધી લઈ જતા નથી. લોકો દિવાળી વેકેશનમાં ગાડી પાર્ક કરી ગયા હતા
ઉલ્લેખનીય છે સૌથી મોટી જાહેર હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં ગીચતાનું પ્રમાણ વધુ હોવાથી અને રહેણાક વિસ્તાર હોવાથી ઘરની નજીક ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવી સ્થિતિ હોતી નથી, તેથી અનેક લોકો પોતાનાં વાહનો સુરક્ષિત રહે એ માટે જો બહારગામ જવાનું હોય તો 1200 બેડની હોસ્પિટલના સામે આવેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પોતાની ગાડી મૂકીને જાય છે અને જ્યારે પરત આવે ત્યારે લઈ જાય છે. ખાસ આ સ્થિતિ વેકેશન દરમિયાન ઉદ્ભવી હતી. તાજેતરમાં જ દિવાળીના વેકેશન દરમિયાન અનેક લોકો પોતાની ગાડી પાર્કિંગમાં મૂકીને 10-12 દિવસ બાદ લેવા આવ્યા હોય એમ બન્યું હતું, તેથી પાર્કિંગમાં હાજર સિક્યોરિટી ગાર્ડ દરરોજ આ બાબતનું ધ્યાન રાખીને કેટલાકને પૂછતાં તેમણે નજીકમાં જ રહે છે એમ જણાવ્યું હતું. એક સપ્તાહથી પાર્ક ગાડીનો નંબર સર્ક્યુલર કરવામાં આવ્યો
આ સમગ્ર બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે 1200 બેડ હોસ્પિટલનું બેઝમેન્ટ પાર્કિંગ મેડિસિટીમાં દાખલ થયેલા દર્દી કે તેનાં સગાં-સંબંધીઓના વાહન પાર્ક કરવા માટે બનાવ્યું છે. પાર્કિંગનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું ધ્યાને આવતાં તપાસ કરવામાં આવી છે. એમાં 40થી વધુ ગાડીઓ છે, જે એક સપ્તાહથી વધુ સમયથી પાર્ક છે. એના નંબર નોટ કરી સર્ક્યુલર કરવામાં આવ્યો છે અને એ મેડિસિટીના દરેક વિભાગમાં પહોચાડવામાં આવ્યો છે. જો દર્દીની કે તેના સંબધીની ગાડી હોય તો સિવિલ હોસ્પિટલ તંત્રને જાણ કરે. ગાડી પ્રવેશતાં મોબાઈલ નંબર રજિસ્ટર કરાશે
ક્યારેક એવુ પણ બંને છે કે સિવિલ કેમ્પસની આજુબાજુવાળા પણ પોતાનાં વાહનો બેઝમેન્ટમાં પાર્ક કરી દે છે એવા કિસ્સા સામે આવ્યા છે. લોકો ફરવા જતા હોય ત્યારે ગાડીઓ 1200 બેડ હોસ્પિટલના બેઝમેન્ટના પાકિંગમાં પાર્ક કરીને જતા રહે છે, પરંતુ ધૂળ ખાતી ગાડીઓને લોક કરી દેવામાં આવી છે અને દંડ વસૂલ કરીને જ ગાડીઓ આપવામાં આવશે તથા 10 દિવસમાં ગાડી લઈ નહી જાય તો ટ્રાફિક-પોલીસને આ બાબતે ધ્યાન દોરીને ટોઇંગ કરાવી દેવામાં આવશે. આ ઉપરાંત બેઝમેન્ટ પાર્કિંગમાં દુરુપયોગ થતો અટકાવવા માટે પાર્કિંગમાં ગાડી પ્રવેશ કરે ત્યારે મોબાઈલ નંબર અને ગાડીના નંબર રજિસ્ટર કરવામાં આવે છે.