ગત 11 નવેમ્બરના રોજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી, જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવતાં બે લોકોનાં મોત થયાં હતાં. PMJAY યોજના હેઠળ પૈસા ખંખેરવાના આ ખેલમાં ઓપરેશન કરનારા ડો.પ્રશાંત વઝીરાણી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કબજામાં છે. તેના 25 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર્સની પૂછપરછ, ડોક્યુમેન્ટ્સની ચકાસણી સાથે ડો.વઝીરાણીએ જ્યાં જ્યાં એન્જિયોપ્લાસ્ટી કરી હોય એવી અમદાવાદની ટોપ અડધી ડઝન હોસ્પિટલની પણ તપાસ હાથ ધરાશે. આ હોસ્પિટલ્સમાં કેવી રીતે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી થઇ, પેમેન્ટ મોડ શું હતો?, કયા ખાતામાંથી પૈસા કાપ્યા, આ હોસ્પિટલ્સ ડો.વઝીરાણીને કેશમાં પેમેન્ટ કરતી હતી કે કેમ એ સહિતની બાબતોની તપાસ કરાશે. આ પણ વાંચો: આ ગામોને ટાર્ગેટ કરી ખ્યાતિએ ‘દિલ ફાડી’ 8ને મોત આપ્યાં ડો. પ્રશાંત વઝીરાણીએ સાલ, સંજીવની, અર્થમ (પોલિટેકનિક), હેલ્થ વન (શીલજ), આરના હોસ્પિટલ (પાલડી), જીવરાજ હોસ્પિટલ (વાસણા) ભાગ્યોદય હોસ્પિટલ(કડી) એન્જિયોપ્લાસ્ટી કરી છે, જેથી હવે આ હોસ્પિટલ તપાસના દાયરામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે કાલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સામે રિમાન્ડ અરજીમાં કહ્યું હતું કે આરોપી ખ્યાતિ હોસ્પિટલ ઉપરાંત સાલ હોસ્પિટલ, સંજીવની, અર્થમ (પોલિટેક્નિક), હેલ્થ-વન હોસ્પિટલ (શીલજ), આર્ના (પાલડી), જીવરાજ મહેતા હોસ્પિટલ (વાસણા), ભાગ્યોદય હોસ્પિટલ(કડી) હોસ્પિટલમાં વિઝિટિંગ ડોક્ટર તરીકે એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટી કરવા જતો હતો. આ બાબતો તપાસને મદદરૂપ થાય એવી હકીકત જણાવતા ન હોવાથી રિમાન્ડ પરના આરોપીને આ મુદ્દાઓની તપાસ કરવા વધુ રિમાન્ડની જરૂરિયાત છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ખ્યાતિકાંડને સુવ્યવસ્થિત રીતે આચરવામાં આવેલી આર્થિક છેતરપિંડી ગણાવી છે. રિમાન્ડ અરજીમાં જણાવ્યુ છે કે અમારી તપાસ દરમિયાન સિસ્ટેમેટિક ફ્રોડ તથા ઈકોનોમિક ફ્રોડને લગતા ગુનો હોવાનું હાલ સુધી જણાઈ આવ્યું છે, જેથી આરોપીએ અલગ-અલગ રોલ ભજવેલા છે. આ સિવાય કાવતરાં પાછળ અન્ય કોણ કોણ છે?.એ અંગે પૂછપરછ કરવાની જરૂર છે. આ પણ વાંચો: કાર્તિક પટેલના ઘરમાં બાર, જિમ, મિની થિયેટર ને 3 લક્ઝ્યુરિયસ કાર આ પહેલાં જ્યારે વસ્ત્રાપુર પોલીસ પાસે તાપસ હતી ત્યારે પણ તેમને રિમાન્ડમાં ઉપરોક્ત હોસ્પિટલ્સનાં નામ સાથે કહ્યું હતું કે સાલ, સંજીવની, અર્થમ , જીવરાજ, ભાગ્યોદય હોસ્પિટલમાં વઝીરાણીએ કરેલાં ઓપરેશન્સ વિશે તપાસ કરવાની જરૂર છે. આ સિવાય ડઝનેક રિમાન્ડના મુદ્દા આ પ્રમાણે છે ડો. વઝીરાણીએ તમામ 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી, એમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં પોલીસ એક્શન મોડમાં છે અને દરેક એંગલથી ઊલટતપાસ કરી રહી છે. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે ડો. પ્રશાંત વઝીરાણીએ એ દિવસે 11 નવેમ્બરે એક જ દિવસમાં 19 દર્દીને ટ્રીટમેન્ટ આપી હતી. તેમાંથી તમામ 19ની એન્જિયોગ્રાફી કરી હતી અને ટાર્ગેટ મુજબ 7લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવાનું નક્કી કર્યું હતું. ડો. વઝીરાણીએ 10 જ કલાકમાં એકલા હાથે આ ઓપરેશનો કર્યાં હતાં, એ પણ PMJAY યોજનાનું ઈન્સેન્ટિવ મેળવવા! જે રીતે ડો. વઝીરાણીએ ‘મેરેથોન’ ઓપરેશન કર્યાં એ તેમણે માત્ર ને માત્ર PMJAY યોજનામાં ડોક્ટરોને મળતું ઈન્સેન્ટિવ લેવા જ કર્યા. નવાઈની વાત એ છે કે એ જ દિવસમાં આટલાં ઓપરેશન અને એન્જિયોગ્રાફીમાંથી ડો. વઝીરાણીને 1 લાખ 20 હજાર 200 રૂપિયાનું ઈન્સેન્ટિવ મળવાનું હતું. આ પણ વાંચો… પૈસા કમાવા 19 લોકોને હૃદયરોગી બનાવી દીધા, મૃતદેહ ઘરે પહોંચતાં જ પરિવારનું હૈયાફાટ રુદન, મોડીરાત્રે અંતિમસંસ્કાર કરાયા ડો. પ્રશાંત વઝીરાણીને કાર્ડિયોલોજીનો ગોલ્ડ મેડલ મળ્યો છે
ડો.પ્રશાંત વઝીરાણી ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ છે. ડો. વઝીરાણીનું પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર રત્નાંજલી સ્ક્વેરમાં ક્લિનિક છે. અહીં તેમનાં પત્ની ડો. પ્રીતિ વઝીરાણી પીડિયાટ્રિશિયન છે. કાર્ડિયોલોજીના ક્ષેત્રમાં 10 વર્ષનો અનુભવ ધરાવતા ડો. પ્રશાંત વઝીરાણીએ કાર્ડિયોલોજીમાં સુપર સ્પેશિયાલિટી DNB કાર્ડિયોલોજી હૈદરાબાદની CARE હોસ્પિટલમાંથી પૂર્ણ કર્યું છે. કાર્ડિયોલોજીમાં ઈન્ડિયન બેસીસ મુજબ ઊંચો રેન્ક મેળવવા બદલ ડો. પ્રશાંત વઝીરાણીને ડો. એચ.એસ.વજીર નેશનલ ગોલ્ડ મેડલ મળ્યો છે. ડો. પ્રશાંતે કાર્ડિયોલોજીની તમામ કેટેગરીમાં ટ્રેનિંગ લીધી છે, જેમાં કોરોનરી એન્જિયોગ્રાફી, જટિલ એન્જિયોપ્લાસ્ટી, પેરિફેરલ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી, પ્રાઈમરી PCI, IABP ઈન્સર્ટન, TPI, પર્મેનન્ટ પેસમેકર PPI, ટ્રાન્સથોરેસિસ ઈકોકાર્ડિયોગ્રાફી TTE, ટ્રાન્સકેથેટર બલૂન વાલ્વુલોપ્લાસ્ટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ડો. પ્રશાંતે જાપાનના ટોકિયોથી જટિલ PCI અને CTOની ટ્રેનિગ લીધી છે.