સુરતના ઉધના વિસ્તારમાં માલિકથી નારાજ કારીગરે જ ખાતામાં આગ લગાવી દીધી, જેના કારણે માલિકને 66.95 લાખનો નુકસાન થયો. રુદ્ર જોબ વર્ક ખાતામાં આગ લાગી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ આગ કોઈ બીજાએ નહીં પરંતુ, ખાતામાં કામ કરતા કાર્યકરે જ લગાવી હતી. રાત્રે મોડું થયું હોવાથી ખાતાના માલિકે તાળા મારી દીધા
પોલીસે આરોપી ગોવિંદપ્રસાદ પ્રજાપતિની ધરપકડ કરી છે. પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે, તે આ ખાતામાં નોકરી કરતો હતો. એક દિવસ તે કોઈ કામથી બહાર ગયો હતો, રાત્રે મોડું થયું હોવાથી ખાતાના માલિકે તાળા મારી દીધા હતા. આ કારણે તે ગુસ્સે ભરાયો અને તેણે તાવમાં આવી ખાતામાં આગ લગાવી દીધી. હવાલા કાંડમાં વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી
87 કરોડ રૂપિયાના હવાલા કાંડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પાંચમાંથી ત્રણ આરોપીઓ મુખ્ય આરોપી મિતેશ માટે કામ કરતા હતા અને ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરવાનું કામ આ ત્રણેય આરોપીનું હતું. જ્યારે અન્ય બે આરોપી બેંક એકાઉન્ટ હોલ્ડર હતા. અમદાવાદ ખાતે આંગડિયા પેઢી મારફતે પૈસા મંગાવી આરોપીઓ મહેશકુમાર દેસાઈનું હવાલાનું કામ સંભાળતા હતા. ઓમ પંડ્યાના કહેવા પ્રમાણે અલગ-અલગ લોકોને USGT કરન્સીમાં ફેરવી ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કામ અમદાવાદમાં સંભાળતા મિતેશ ઠક્કર અંકિત અને અલી મેંદી નામની વ્યક્તિ સામેલ હોવાનું જણાવ્યું હતું. જેથી, પોલીસે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. 30થી વધુ પાનના ગલ્લાઓમાં તપાસ હાથ ધરી
SOG પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરાયું હતું. અલથાન વિસ્તારમાં સ્કૂલ અને કોલેજ આસપાસ પાનના ગલ્લા પર સર્ચ કરવામાં આવ્યું હતું. નશાકારક પદાર્થો વેંચતા ગલ્લા પર સર્ચ કરવામાં આવ્યું હતું. ઇ-સિગારેટ તથા વિદેશી સિગારેટનું વેચાણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. 30થી વધુ પાનના ગલ્લાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઈ વાંધાજનક વસ્તુ મળી ન આવી નહોતી. બોગસ એમ્પલોઈન્ટમેન્ટ લેટર આપી છેતરપિંડી કરી
વેસુ વિસ્તારમાં રહેતા બ્રોકરને વિદેશમાં અલગ-અલગ જગ્યાએ લઇ નોકરીએ જવા માટે વર્ક પરમીટ વિઝા કરાવી આપવાનું કહી ઓનો ઇમીગ્રેશન એકઝુલ્ટ શોપર્સના સંચાલક અભિરાજસિંહ બોડાણા અને સુરજીતસિંઘ પરિહારે રૂ.16 લાખ લઇ લીધા હતા અને બોગસ એમ્પલોઈન્ટમેન્ટ લેટર આપી છેતરપિંડી કરી હતી. આ મામલે બ્રોકરે વેસુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ધાક ધમકીનો ગુનો નોંધાવ્યો છે.ઉધના મેઇન રોડ બીઆરસી ગેટની સામે શ્રી કૃષ્ણ કુંજ રેસીડેન્સીમાં રહેતો હરપ્રીત સિંહ બ્રોકરના કામ કાજ સાથે સંકળાયેલો છે. દરિયન તેને જુન 2023માં વિદેશ નોકરી માટે જવું હોય તેણે વેસુ ગામ બી.બી.સર્કલ પાસે આવેલા ઓનો ઈમીગ્રેશનના અભીરાજસિંહ બોડાણા અને સુરજીત પરિહાર નો સંપર્ક કર્યો હતો. વિદેશ જવા માટે વર્કપરમીટ વિઝા કઢાવી આપવાનું કહી રૂ.16 લાખ લઇ લીધા બાદ કોઈ પ્રોસસ કરી ન હતી. અને હરપ્રીતસિંહે રૂપીયા પરત માંગતા તેને હાથ ટાંટીયા તોડાવાની નાંખવાની ધમકી આપી હતી.