back to top
Homeગુજરાતવધુ નફાની લાલચમાં લાખો ગુમાવ્યાં:ગાંધીનગરનો વેપારી શેર બજારમાં નજીવો ફાયદો મળતાં ગઠિયાની...

વધુ નફાની લાલચમાં લાખો ગુમાવ્યાં:ગાંધીનગરનો વેપારી શેર બજારમાં નજીવો ફાયદો મળતાં ગઠિયાની માયાજાળમાં ફસાયો, અલગ અલગ ગ્રુપમાં એડ થતાં 59 લાખનો ચૂનો લાગ્યો

ગાંધીનગરમાં વોટર પ્યોરીફાયર અને આયોનાઈઝર મશીનનું વેચાણ કરતા વેપારીએ શેર બજારમાં તગડો નફો મેળવવાની લાલચમાં સ્ટોક માર્કેટમાં ટ્રેડીંગ તેમજ ઇન્વેસ્ટમેન્ટ માટે અલગ અલગ વોટ્સઅપ અને ટેલીગ્રામ ગ્રુપમાં એડ થઈ ટ્રેડીંગના બહાને ઓનલાઇન તબક્કાવાર 59 લાખ 33 હજાર ટ્રાન્સ્ફર કરી દીધા હતા. આખરે ગઠિયો કળા કરી ગયો હોવાનો અહેસાસ થતાં વેપારીએ ફરીયાદ આપતાં ગાંધીનગર સાયબર રેન્જ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વોટ્સએપ અને ટેલિગ્રામ મારફતે આકર્ષક વળતરની લાલચ આપી ગાંધીનગરના સેકટર-5માં રહેતા વેપારી સાથે રૂ.59.33 લાખની ઠગાઈ થઈ છે. વિવિધ બેંક ખાતામાંથી શેરબજારમાં રોકાણના નામે નાણાં વસૂલ કર્યા બાદ 20થી 200 ટકા પ્રોફિક કમાઈ આપવાની ખાતરી અપાઈ હતી. એટલું જ નહીં ટિપ્સ પ્રમાણે રોકાણ બાદ નુકસાન થાય તો ભરપાઈ કરી દેવાનો વિશ્વાસ પણ અપાયો હતો. શરૂઆતના દિવસોમાં પ્રોફિટ થયો હોવાનું આભાસી ચિત્ર ઊભું કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી. ગાંધીનગરના સેક્ટર-5બી ખાતે રહેતા પ્રવિણકુમાર જયંતીલાલ ગાંધર્વ વોટર પ્યોરિફાયરનો વ્યવસાય કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, 12-09-24ના રોજ સવારે તેમને વોટ્સએપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા હતા. હરિકેન બુલસ્ટોક શેરિંગ ગ્રૂપમાં એડ થયા બાદ સુરેન્દ્રકુમાર દુબેના નામ સાથેનો વેલકમ મેસેજ આવ્યો હતો. સુરેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, તેણે ધ ફર્સ્ટ ઈન્ડિયન એમેચ્યોર સ્ટોક માર્કેટ કોમ્પિટિશનમાં ભાગ લીધેલો છે. તેને વોટ આપીને વિજયી બનવામાં મદદ કરવાના બદલામાં શેર માર્કેટની ટિપ્સ આપવાની ભલામણ કરી હતી. સુરેન્દ્રની લિંક પર વોટિંગ કર્યા બાદ તેણે હરિકેન બૂલસ્ટોક શેરિંગ 30 નામના ગ્રૂપની લિંક વોટ્સએપ પર મોકલી હતી. આ ગ્રૂપમાં ટ્રેડિંગ ટિપ્સ આપવામાં આવતી હતી. ટિપ્સ પ્રમાણે રોકાણથી 20થી 200 ટકા પ્રોફિટની ખાતરી અપાઈ હતી. નુકસાન થાય તો ભરપાઈ કરવાની ખાતરી પણ વોટ્સએપ પર અપાઈ હતી. વધારે પ્રોફિટ મેળવવા તેમનું ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવીને ઈ-કેવાયસી કરાયા હતા. પ્રવિણકુમારે આધાર, પાનકાર્ડ અને ઈમેઈલ એડ્રેસ અપલોડ કરી રજિસ્ટ્રેશન કરવ્યા બાદ એકાઉન્ટ જનરેટ થયું હતું. આ એકાઉન્ટમાં તેમણે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમને અન્ય વોટ્સએપ ગ્રૂપમાં જોડીને વધારે રોકાણ કરાવાયું હતું. શેરબજારમાં રોકાણ બદલ ચુકવણી માટે ટેલિગ્રામ મારફતે લિન્ક અપાતી હતી. જેના થકી વિવિધ બેંક એકાઉન્ડમાં નાણાં જમા કરાવાયા હતા. 4-10-24થી 7-11-24 સુધીમાં પ્રવિણભાઈએ પોતાના બેંક ખાતાઓમાંથી રૂ.59.33 લાખ ટ્રાન્સફર કરાવ્યાં હતા. તેની સામે પ્રોફિટ સાથે ટ્રેડિંગ એકાઉન્ટમા કુલ રૂ.ત્રણ કરોડથી વધુનું બેલેન્સ બતાવતું હતું. જેથી તેમણે –11ના રોજ સવારે રૂ.એક કરોડ ઉપાડવા રીક્વેસ્ટ નાખી હતી. આ રીક્વેસ્ટ પેન્ડિંગ હતી ત્યારે અચાનક ટ્રેડિંગ એકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું હતું. બાદમાં એકાઉન્ટ ફરી શરૂ કરવું હોય તો નાણાં જમા કરાવવામા કહેવાયું હતું. છેલ્લે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં વેપારીએ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments