ટીવી અભિનેત્રી હિના ખાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર હિના ઘણા રિયાલિટી શોની સાથે બિગ બોસ સિઝન 11ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે, જે શિલ્પા શિંદે જીતી હતી. આ દિવસોમાં હિના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. હિના બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. આ મુશ્કેલ સમયમાં પણ હિના મજબૂત રીતે ઊભી છે. આવી સ્થિતિમાં હવે હિના બિગ બોસ 18ના વીકેન્ડ કા વારમાં ગેસ્ટ તરીકે આવી છે. હિના સલમાન સામે ભાવુક થવાથી પોતાને રોકી શકી નહીં. સલમાન ખાને હાર્દિક સ્વાગત કર્યું
‘બિગ બોસ 18’ વીકેન્ડ કા વારનો નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાન હિનાનું જોરદાર સ્વાગત કરતા જોવા મળે છે. સલમાન કહે છે, ‘પ્લીઝ વેલકમ, રિયલ લાઈફ ફાઈટર હિના ખાન.’ સલમાન સામે ઇમોશનલ થઈ હિના
હિના ખાને કહ્યું, ‘આ સુંદર સફરમાંથી હું મારી સાથે જે વસ્તુ લઈને ગઈ છું તે છે તાકાત છે. મને આ શો પર ખૂબ જ સુંદર ટેગ મળ્યો છે. આખી દુનિયા મને ‘શેરખાન’ તરીકે ઓળખે છે. હિનાની વાત સાંભળ્યા બાદ સલમાન કહે છે, ‘તમે હંમેશા ફાઇટર રહ્યા છો અને દરેક પડકાર સામે લડી રહ્યા છો. અહીં તમેએક હજાર ટકા સાજા થઈ જશો.’ સલમાનની વાત સાંભળીને હિનાની આંખોમાં આંસુ આવી જાય છે