સિંગર અને રેપર બાદશાહ અને પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બાદશાહ અને હાનિયા આમિરના ડેટિંગની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે હાનિયા આમિરે દુબઈમાં બાદશાહના કોન્સર્ટમાં હાજરી આપી હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ પછી ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે હવે બાદશાહ આ અંગે મૌન તોડ્યું છે અને સ્પષ્ટ કર્યું છે કે બંને માત્ર સારા મિત્રો છે. શું બાદશાહ પાકિસ્તાની એક્ટ્રેસને ડેટ કરી રહ્યા છે?
સાહિત્ય આજતકના પ્લેટફોર્મ પર બાદશાહે હાનિયા આમિર સાથેના રિલેશનશિપ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે, હનિયા મારી સારી દોસ્ત છે, અને અમારું સારું બોન્ડિંગ છે.જયારે પણ અમે મળીએ ત્યારે ખૂબ જ મજા કરીએ છીએ. બસ આટલું જ છે, તે તેના જીવનમાં ખુશ છે અને હું મારા. અગાઉ એક્ટ્રેસ ઈશા રિખીન સાથે જોડાયું હતું નામ બાદશાહે ચાર વર્ષ પહેલાં પત્ની જાસ્મિનને ડિવોર્સ આપ્યા હતા. ત્યારબાદ એવી ચર્ચાઓ હતી કે તે પંજાબી એક્ટ્રેસ ઈશા રિખીને ડેટ કરતો હતો. આટલું જ નહીં એક વર્ષથી ઈશા સાથેના રિલેશનશિપમાં હતો. તે પર્સનલ કારણોને લીધે રિલેશનશિપને પ્રાઇવેટ રાખી હતી. શાહરુખે આપી ખાસ ભેટ
આ પછી બાદશાહે શાહરુખ ખાન વિશે પણ વાત કરી. રેપરે ઘણી વખત કહ્યું છે કે તેણે પોતાનું અસલી નામ આદિત્ય પ્રતિક સિંહથી બદલીને સ્ટેજ નામ બાદશાહ રાખ્યું છે. આ નામ બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનથી પ્રેરિત છે. બાદશાહ શાહરુખનો મોટો ફેન છે. કિંગ ખાન માટે ગીત ગાવા બદલ બાદશાહને ખાસ ભેટ પણ મળી હતી. આ વિશે તેણે કહ્યું, ‘મેં શાહરૂખ સર માટે એક ગીત કર્યું હતું. તેણે કહ્યું- તમારી ફી શું હશે? મેં કહ્યું- હું ફી નહીં લઉં. તેણે કહ્યું- કંઈક લેવું પડશે. મેં કહ્યું કે મને પ્લેસ્ટેશન 5 જોઈએ છે. તે ભારતમાં આવ્યું નથી. શાહરુખ સર માટે આ કોઈ મોટી વાત નથી. તેથી તેણે મને તે આપ્યું. આજે પણ મારી પાસે તેનો મેસેજ છે. તેણે કહ્યું, તારો સામાન ઘરે આવી ગયો છે, લઈ જા.