સુરત ક્રાઇમ બ્રાન્ચ, લિંબાયત અને ભેસ્તાન પોલીસની ટીમે ભેસ્તાન સ્થિત શાંતિનાથ જ્વેલર્સમાં લૂંટફાટ અને દુકાન માલિક તેમજ સેલ્સમેન પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓ ઝડપથી પૈસા કમાવા માટે લૂંટફાટની યોજના બનાવી હતી. આરોપીઓ ચાંદીના આભૂષણો લૂંટી ફરાર થઈ ગયા
આ ઘટના શુક્રવારે દિવસે ઘટી હતી. ભેસ્તાન ચાર રસ્તા પર આવેલી શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં ત્રણ અજાણ્યા આરોપીઓ ચાંદીના આભૂષણો જોવાના બહાને દુકાનમાં પ્રવેશ્યા હતા. તેમણે દુકાન માલિક અને સેલ્સમેન પર મરચાં પાવડર ફેંકી અને ચાકુ વડે ગળા અને કમર પર ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી. તે પછી આરોપીઓ કાઉન્ટરમાંથી ચાંદીના આભૂષણો લૂંટી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી, સુરતના પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આરોપીઓને ઝડપથી પકડી પાડવા આદેશ આપ્યા. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી શરૂ કરી. પકડાયેલા આરોપીઓ પોલીસે આરોપીઓને અલગ-અલગ સ્થળોએથી પકડી પાડ્યા હતા. દિલનવાઝ શેખને ક્રાઇમ બ્રાન્ચે લિંબાયતના ખાલી મેદાનમાંથી પકડ્યો, જ્યારે અન્ય બે આરોપીઓને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડવામાં આવ્યા. લૂંટની યોજના
એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, આરોપીઓએ પૂછપરછમાં કબૂલ્યું કે, તેમણે ઝડપથી પૈસા કમાવા માટે લૂંટફાટની યોજના બનાવી હતી. ઘટનાના એક દિવસ પહેલા ત્રણેય શાંતિનાથ જ્વેલર્સમાં ગયા હતા અને ત્યાં રેકી કરી હતી. દિવસે ચાંદીના આભૂષણો જોવાના બહાને દુકાનમાં પ્રવેશ્યા અને મરચાં પાવડર અને ચાકુ વડે હુમલો કરીને લૂંટફાટ કરી. ઇજાગ્રસ્ત માલિક અને કર્મચારી હાલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. કેસ દાખલ
ભેસ્ટાન પોલીસે આ મામલામાં ભારતીય દંડ સંહિતાની કલમ 311, 309(6), 54 અને જી.પી. ઍક્ટ 135 હેઠળ કેસ દાખલ કર્યો છે.